સચિન અને દ્રવિડની સાથે ધોની થયો ૫૦૦ની ક્લબમાં સામેલ

  • 23
    Shares

 

 

ભારતીય ટીમના માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ  અહીં રમાયેલી ઇંગ્લેન્ડ સામેની બીજી ટી-૨૦ રમીને સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડની સાથે ૫૦૦ની એ ક ખાસ ક્લબમાં સામેલ થયો હતો.

શુક્રવારે રાત્રે રમાયેલી એ  મેચ ધોનીની ૫૦૦મી ઇન્ટરનેશનલ મેચ હતી. સચિન તેંદુલકર અને રાહુલ દ્રવિડ પછી એ  ત્રીજો એ વો ભારતીય ખેલાડી બન્યો હતો, જેણે ૫૦૦ મેચમાં ઇન્ટરનેશનલ લેવલે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હોય. જ્યારે વિશ્વમાં તે નવમો એ વો ખેલાડી બન્યો હતો.

ભારતના સચિન અને દ્રવિડ ઉપરાંત શ્રીલંકાના કુમાર સંગાકારા, મહેલા જયવર્ધને અને સનથ જયસુર્યા, ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટીંગ, પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી અને દક્ષિણ આફ્રિકાનો જેક કાલિસ ૫૦૦ કે તેથી વધુ ઇન્ટરનેશનલ મેચ રમી ચૂક્યા છે.

ધોનીએ  ભારત માટે ૪૯૭ અને ૩ મેચ એ શિયા માટે રમી છે. તેણે અત્યાર સુધી ૯૦ ટેસ્ટ, ૩૯૮ વનડે અને ૯૨ ટી-૨૦ ઇન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટમાંથી સન્યાસ લેતા પહેલા તેણે ૪૮૭૬ રન બનાવ્યા હતા. જ્યારે વનડેમાં તેના નામે ૯૯૬૭ રન અને ટી-૨૦માં ૧૪૮૭ રન બોલે છે.

 

  • Related Posts