સુરતમાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડેંગ્યુના કેસ ડબલ
શહેરમાં છેલ્લાં બે-ત્રણ વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ વધુ પડતો રહ્યો હતો. અને દિવાળી સુધી વરસાદ રહેતા ઘણી જગ્યાએ પાણીનો ભરાવો પણ થયો હતો. વરસાદ લાંબા સમય સુધી ચાલતાં મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો હતો. અને આરોગ્ય તંત્ર તેને નાથવા માટે નિષ્ફળ સાબિત થયું હોય તેમ જણાઈ રહ્યું છે. કારણ કે, ગત વર્ષના ડેંગ્યુના આંકડા કરતા આ વર્ષે કેસો ડબલ નોંધાયા છે. ગત વર્ષે નવેમ્બર માસમાં ડેગ્યુના કેસ 47 હતા. અને આ વર્ષે નવેમ્બર માસમાં કુલ 120 જેટલા કેસ નોંધાયા છે. આ વર્ષે શહેરમાં ઘણા વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેને પગલે મનપા કમિશનર દ્વારા દર શનિવારે ડ્રાય ડે કરવામાં આવી રહ્યો છે. અને લોકોને પાણીનો ભરાવો ન થાય તે માટે સમજણ આપવામાં આવી રહી છે. પરંતુ ગત વર્ષ કરતાં આંકડો વધતાં આરોગ્ય વિભાગની નિષ્કાળજી બતાવી રહી છે.
છેલ્લા ત્રણ મહિનાના ડેગ્યુના કેસ માસ વર્ષ 2018 વર્ષ 2019 સપ્ટેમ્બર 59 58 ઓક્ટોબર 53 101 નવેમ્બર 47 120