જાણો ક્રોએશિયાની ટીમની તાકાત અને નબળાઇ

  • 13
    Shares

 

ક્રોએ શિયાની ટીમ માટે તેમની તાકાત તેમના મિડફિલ્ડર્સ છે. સૌથી આકરા ગ્રુપમાં હોવા છતાં ક્રોએ શિયાએ  પોતાના મિડફિલ્ડર્સને કારણે એ  ગ્રુપ સરળ બનાવી દીધું હતું. તેમની પાસે લુકા મોડ્રિક અને ઇવાન રાકિટીક જેવા વર્લ્ડક્લાસ મિડફિલ્ડર છે અને તેમને માર્સેલોનો સારો સાથ મળે ત્યારે તેઓ કોઇપણ ટીમ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.

ક્રોએ શિયાનું ફોર્મેશન ૪-૨-૩-૧નું હોય છે. આ ટીમની પાસિંગ ક્વોલિટી અત્યાર સુધીની મેચમાં અવ્વલ રહી છે, જેના કારણે મિડફિલ્ડર્સ ગોલની તક ઊભી કરે છે. લુકા મોડ્રિક કેપ્ટન હોવાની સાથે તકનીકી લીડર પણ છે. તે ૧૦ નંબરના રૂપમાં ૮ નંબરે પણ રમવાની યોગ્યતા ધરાવે છે.

નબળાઇ :

ક્રોએ શિયાનું મિડફિલ્ડ ઘણું મજબૂત છે અને તેનાથી ડિફેન્સમાં પણ મદદ મળે છે. જોકે ક્રોએ શિયાની સૌૈથી મોટી નબળાઇ એ  છે કે આ ટીમ પોતાના મિડફ્લ્ડિરોની યોગ્યતા પર જ વિશ્વાસ રાખીને ઘણા બધા ક્રોસ આપે છે. જો આંકડાઓને ધ્યાને લઇએ  તો અત્યાર સુધી તેમના ૨૫ ટકા ક્રોસ જ યોગ્ય પુરવાર થયા છે. અને તે કોઇપણ ક્વાર્ટર ફાઇનાલિસ્ટનો બીજો સૌથી ખરાબ રેકોર્ડ છે.

 

  • Related Posts