કોરોનાવાયરસને કારણે ક્રૂડના ભાવો ૨૦ ટકા ગગડી ગયા

ચીનના કોરોનાવાયરસને કારણે ખનિજ તેલોની માંગ ઘટતા દુનિયાભરમાં ક્રૂડ અને ગેસના ભાવો ગગડી ગયા છે. કાચા ખનિજ તેલ એટલે કે ક્રૂડના ભાવોમાં ૨૦ ટકા

સુધીનો કડાકો સર્જાયો છે અને લિક્વીફાઇડ નેચરલ ગેસ(એલએનજી)ના ભાવો પણ વિક્રમી નીચા લેવલ પર પહોંચી ગયા છે.

કોરોનાવાયરસના કારણે ચીને પોતાના દેશમાં પ્રવાસો પર સખત નિયંત્રણો મૂક્યા છે આને કારણે ચીનમાં પેટ્રોલ અને ડીઝલની ખપત ઘણી ઓછી થઇ ગઇ છે અને ચીને તેની

ઘણી આયાત ઘટાડી દીધી છે. ચીન ક્રૂડ ઓઇલનો વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ છે અને તેના તરફથી ક્રૂડની આયાતમાં મોટો કાપ મૂકવામાં આવતા ક્રૂડનો ઘણો

પુરવઠો સરપ્લસ થયો છે અને ક્રૂડ ઉત્પાદક દેશોને ભાવો ઘટાડવાની ફરજ પડી છે. સાત જાન્યુઆરીના રોજ ચીને કોરોનાવાયરસનો રોગચાળો ફાટ્યો હોવાની સત્તાવાર

રીતે જાહેરાત કરી હતી, ત્યારથી લઇને અત્યાર સુધીમાં વિશ્વમાં ક્રૂડના ભાવો લગભગ ૨૦ ટકા ઘટી ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ બેરલ દીઠ પપ ડોલર થઇ

ગયો છે એટલે કે તેમાં ૧૩ ડોલરનો ઘટાડો થયો છે. જ્યારે આ એક મહિના જેટલા સમયગાળામાં એલએનજીનો ભાવ પ્રતિ એમએમબીટીયુ ૩ ડોલર જેટલો ઘટી ગયો છે.

જો કે ચીનના કોરોનાવાયરસને કારણે ક્રૂડના ભાવો ઘટતા ભારતને મોટો ફાયદો થઇ રહ્યો છે. ભારતમાં ૨૮ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લિટર ૪ રૂપિયા ઘટી

ગયા છે અને આના કારણે ભારતીય ગ્રાહકોને મોટો ફાયદો થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ પાછળ ઓછો ખર્ચ કરવાના કારણે તેમની પાસે અન્ય ખર્ચ માટે નાણા વધુ બચી રહ્યા

છે.

Related Posts