રાહુલ ગાંધીના ટ્વિટ પર વિવાદ, જમ્મુ કશ્મીરને બતાવ્યો પાકિસ્તાનનો ભાગ

ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી તેમની ભૂલ બદલ ફરી એકવાર ટ્રોલ થયા છે. તે કોરોનાવાયરસને લઈને મોદી સરકારને નિશાન બનાવવાની ઇચ્છા રાખતા હતા, પરંતુ આ કૃત્યથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ખરેખર, રાહુલ ગાંધીએ કોરોનાવાયરસ વિશે એક ટ્વીટ કર્યું, ‘કોરોનાવાયરસ આપણા લોકો અને આપણી અર્થવ્યવસ્થા માટે ખૂબ ગંભીર ખતરો છે. મારા મતે, સરકાર આ જોખમને ગંભીરતાથી નથી લઈ રહી. સમયસર પગલા ભરવાની જરૂર છે. અહી સુધી તો સારું હતું, પરંતુ આ ટ્વિટ દ્વારા તેમણે વિશ્વનો નકશો શેર કર્યો છે જે કાશ્મીરને ભારતથી જુદો બતાવે છે. આ નકશામાં જમ્મુ-કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના ભાગ રૂપે બતાવવામાં આવ્યો છે. રાહુલ ગાંધીને આ માટે ટ્રોલ કરવામાં આવ્યા.

રાહુલના આ ટ્વીટ બાદ ટ્વિટર યુઝર્સે રાહુલ પર નિશાન સાધવાનું શરૂ કર્યું. થોડી વાર પછી રાહુલે આ ટ્વિટ ડિલીટ કરી અને એક ન્યૂઝ સ્ટોરી સાથે બીજી ટ્વિટ કરી.

Related Posts