Home Archive by category Sports

Sports

યુવા ઓપનર શેફાલી વર્માની આક્રમક ઇનિંગ અને બોલરોના શિસ્તબદ્ધ પ્રદર્શનને કારણે અહીં રમાયેલી આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપની એક મેચમાં ભારતીય મહિલા ટીમે ન્યુઝીલેન્ડને 3 રને હરાવીને પોતાની જીતની હેટ્રિક પુરી કરવા સાથે સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું હતું. પ્લેયર ઓફ ધ મેચ 16 વર્ષની શેફાલીએ 34 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી […]
ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન શરૂ થાય તે પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે એક મોટો ફેરફાર કરીને છેલ્લી બે સીઝનમાં ટીમનું સુકાન સંભાળનાર કેન વિલિયમ્સનને કેપ્ટન પદેથી હટાવી દઇને તેના સ્થાને ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનર ડેવિડ વોર્નરને ફરી સુકાની બનાવી દીધો છે. વોર્નરે સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયો મેસેજમાં કહ્યું હતું કે આઇપીએલ 2020 માટે મને સુકાની […]
ભારતના યુવા ઓપનર પૃથ્વી શોએ ગુરૂવારે ડાબા પગમાં સોજો હોવાને કારણે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો નહોતો અને તેના કારણે શનિવારથી અહીં શરૂ થનારી બીજી ટેસ્ટ પૂર્વે ભારતીય ટીમ મેનેજમેન્ટની ચિંતામાં વધારો થયો છે. સૂત્રોએ માહિતી આપી હતી કે ગુરૂવારે સોજાનું કારણ જાણવા માટે પૃથ્વી શોનો બ્લડ ટેસ્ટ કરાયો હતો, જો તેનો મેડિકલ રિપોર્ટ તરફેણમાં આવશે […]
ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલે પોતાની ભારતીય ગર્લફ્રેન્ડ વિની રામન સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યા પછી આ જોડીએ ગત અઠવાડિયે ચૂપચાપ સગાઇ પણ કરી લીધી હતી. મેક્સવેલ અને તેની મંગેતર વિનીએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વાતની જાણ પોતાના ચાહકો અને સંબંધીઓને કરી હતી. મેક્સવેલ અને વિની ઘણાં લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. […]
4.5 ઓવરની બોલિંગમાં એક મેઇડન અને માત્ર 12 રન આપીને 10 વિકેટ ઉપાડવાનું જાદુઇ પ્રદર્શન બીજા કોઇ નહીં પણ એક મહિલા યુવા બોલરે કર્યું છે અને તે પણ ભારતીય મહિલા બોલરે. અહીં રમાયેલી મહિલા અંડર-19 વન ડે ટ્રોફીમાં ચંદીગઢ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની મેચમાં ચંદીગઢની યુવા ઝડપી બોલર કાશવી ગૌતમે આ પરાક્રમ કર્યું હતું. કાશવીએ […]
યજમાન બાંગ્લાદેશ અને પ્રવાસી ઝિમ્બાબ્વે વચ્ચે અહીં રમાયેલી એકમાત્ર ટેસ્ટમાં મુશ્ફીકર રહીમની બેવડી સદી અને નઇમ હસનની જોરદાર બોલિંગના પ્રતાપે બાંગ્લાદેશે ઝિમ્બાબ્વે સામે મોટા માર્જીનથી જીત મેળવી હતી. બાંગ્લાદેશની ટીમનો 450 દિવસ પછી કોઇ ટેસ્ટ મેચ જીતી હતી. મેચમાં બેવડી સદી ફટકારનાર રહીમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.ટેસ્ટમાં ઝિમ્બાબ્વેનો પ્રથમ દાવ 265 […]
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ પૂર્વે પોતાના બેટ્સમેનોને વધુ પડતું રક્ષણાત્મક વલણ છોડવાની અપીલ કરતાં કહ્યું હતું કે વિદેશ પ્રવાસમાં આ પ્રકારની રમત રમવાથી કોઇ ફાયદો થવાનો નથી. ભારત બેસિન રિઝર્વમાં રમાયેલી પહેલી ટેસ્ટ 10 વિકેટથી ગુમાવી ચુક્યું છે. ઝડપી બોલરોને અનુકુળ આ વિકેટ પર ભારતીય ટીમ બંને દાવમાં 200 રનના આંકડાને […]
ન્યુઝીલેન્ડની ધરતી પરની વિપરિત પરિસ્થિતિ સામે ભારતીય બેટ્સમેનો ટિમ સાઉધી અને ટ્રેન્ટ બોલ્ટની ધારદાર બોલિંગ સામે ઘુંટણીયે પડતાં સોમવારે ન્યુઝીલેન્ડે અહીં પહેલી ટેસ્ટમાં 10 વિકેટે મોટો વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમે પોતાનો બીજો દાવ 4 વિકેટે 144 રનથી આજે આગળ તો વધાર્યો પણ તેઓ 47 રનના ઉમેરામાં બાકીની 6 વિકેટ ગુમાવી દેતા અંતે 191 રને […]
મધ્યમક્રમના અનુભવી બેટ્સમેન મુશ્ફીકર રહીમની પ્રભાવક બેવડી સદીની મદદથી બાંગ્લાદેશે અહીં રમાતી એકમાત્ર ટેસ્ટમાં પોતાનો પ્રથમ દાવ 6 વિકેટે 560 રને ડિક્લેર કર્યો હતો. જેની સામે ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઝિમ્બાબ્વેએ 9 રનના સ્કોર પર 2 વિકેટ ગુમાવી દીધી હતી અને તેના માથે હજુ 286 રનનું દેવું છે. ઝિમ્બાબ્વેએ પોતાના પહેલા દાવમાં 265 રન […]
પાકિસ્તાની સરકારે વેસ્ટઇન્ડિઝના માજી કેપ્ટન ડેરેન સેમીને દેશમાં ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસીમાં ભૂમિકા ભજવવા બદલ માનદ નાગરિક સન્માનથી નવાજશે. પીસીબીએ શનિવારે આ જાહેરાત કરી હતી. સેમી પાંચમી પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં પેશવાર ઝાલ્મીની આગેવાની સંભાળી રહ્યો છે. પીસીબીએ કરેહી જાહેરાત અનુસાર સેમીને પાકિસ્તાની રાષ્ટ્રપતિ આરિફ અલ્વી 23 માર્ચે માનદ નાગરિકતા આપવાની સાથે જ