Home Archive by category SURAT

SURAT

રાજયના નાણા મંત્રી નીતિન પટેલ સમક્ષ હીરા ઉદ્યોગ પરથી વ્યવસાય વેરો રદ કરવા અનેક વાર રજૂ્આતો કરવામાં આવી હોવા છતા વ્યવસાય વેરો રાજયના બજેટમાં રદ ન થતા સુરત રત્નકલાકાર વિકાસ સંઘે આવતીકાલે બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકારને જગાડવા માટે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોની બે દિવસની હડતાળ રાખવી કે કેમ તેનો નિર્ણય લેવાશે. રત્નકલાકાર […]
ગુરૂવારે સવારે અગિયાર વાગ્યાના અરસામાં પાંડેસરા જીઆઇડીસીની એસિટો નામની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો ત્યાં પહોંચી ગયા હતા. પાંડેસરામાં આવેલી મારૂતી ડાઇંગની બાજુમાં લાગેલી આગ પર કાબુ મેળવવાનો ફાયરના જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ કાબૂમાં આવી ગયા બાદ કયા કારણોસર આગ લાગી તેની તપાસ કરવામાં આવશે એમ […]
સરકારે બુધવારે નેશનલ ટેક્નિકલ ટેક્સટાઈલ્સ મિશન સ્થાપવાની મંજૂરી આપી જેના પર કુલ ~ 1480 કરોડનો ખર્ચ આવશે, ટેક્નિકલ ટેક્સટાઈલ્સમાં દેશને વૈશ્વિક નેતા બનાવવાના ઉદ્દેશથી આ મિશનની સ્થાપના કરાશે. આ મિશન પાસે ચાર વર્ષનો સમયગાળો હશે જે વર્ષ 2020-21થી 2023-24 સુધી રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કૅબિનેટ કમિટિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. […]
 શહેરના સોશિયો સર્કલ નજીક આવેલા એક કારખાનામાં સવારે અચાનક આગ લાગી હતી. આગને લઇને સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. જોકે, આગને ફાયર વિભાગ દ્વારા બે કલાકની જહેમત બાદ કાબૂમાં કરી લેવામાં આવી હતી. આગને કારણે કારખાનાના પહેલા માળેથી ત્રણ જેટલા કારીગરો કૂદી ગયા હતા. ત્રણેયને પગમાં ઈજા પહોંચી છે. આગ લાગી હતી તે […]
સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ આંતર રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ચૂક્યો છે. દેશ હોય કે દુનિયા જ્યારે જથ્થાબંધ સાડી કે ડ્રેસ મટિરિયલ્સ ખરીદવાની વાત આવે ત્યારે વેપારીઓ સુરત જરૂર આવતા હોય છે. સુરતમાં પણ જથ્થાબંધ સાડીનો મોટો વેપાર ચાલતો હોવાથી વિશ્વાસના આધારે કાપડના વેપારીઓ લાખો રૂપિયાની સાડી અને ડ્રેસ મટિરિયલ્સ ક્રેડિટ પર આપતા હોય છે. જેમાં કેટલાક ઠગ […]
સુરત શહેરમાં ચેઇન સ્નેચરો અને મોબાઇલ લૂંટનારાઓએ જાણે કબજામાં લઇ લીધું હોય તેવી પ્રતિતિ લોકો કરી રહ્યા છે. શહેરમાં રોજ અછોડા કે મંગળસૂત્ર તૂટવાની તેમજ મોબાઇલ લૂંટી લેવાની પાંચથી છ ઘટનાઓ બનતી હોય છે. દરેક ઘટનામાં તો ચેઇનસ્નેચર સોનાની ચેઇન તોડીને ફરાર થઇ જાય ત્યારે ભોગ બનનારને વિચારવાનો સમય સુદ્ધા રહેતો નથી અને તે પરિસ્થિતિ […]
સુરત મનપાના પાણી વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 40થી 50 વર્ષ જૂની પાણીની લાઇનો બદલવાનું કામ ઘણા સમયથી થઇ રહ્યું છે. તેમાં વરાછા ગરનાળા નજીક આ કામ પૂરું થઇ જતાં નવી લાઇનોને જોડાણ આપવાનું હોવાથી પાણી પુરવઠો બંધ કરવો પડે તેમ હોવાથી 28મી તારીખના રોજ શહેરના 70 ટકા વિસ્તારોમાં પાણી આપી શકાશે નહીં. મનપાનાં […]
પોલીસ દ્વારા જે રીતે અમર જવેલર્સમાં થયેલા ફાયરિંગના મામલાને કલામંદિર સાથે જોડવાની શંકા વ્યકત કરવામાં આવી છે. આ મામલે ભલે પોલીસ કાંઇ કરે કે નહીં કરે પરંતુ, શહેરના આ બે જવેલર્સોની જમીનો કયાં આવી છે અને કયારે તેમણે ખરીદી છે તેની વિગત ઇન્કમટેકસ વિભાગ દ્વારા મેળવવા માટે પ્રયાસ શરૂ કરી દેવાયા છે. પહેલેથી જ નોટબંધીમાં […]
પોલીસ કમિશનરે સોમવારે સાંજે ક્રાઈમ બ્રાન્ચના સિનિયર પી.આઈ. સમીર જોશી સહિત ત્રણ પીઆઈ અને ૬૩ જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી હતી. ક્રાઇમ બ્રાંચના પીઆઈને ટ્રાફિકમાં મૂકી દેવાતા પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ સાંભળવા મળી હતી. પીઆઈ સમીર જોશી પહેલેથી જ ખૂબ વિવાદાસ્પદ હોઈ તેમને ટ્રાફિકમાં મૂકી દેવાયા હોવાનું સાંભળવા મળ્યું છે. પાંચેક વર્ષ પહેલા સમીર […]
સસરા સાથે આડાસંબંધ હોવાના સાસુએ કરેલાં આક્ષેપથી વ્યથિત થયેલી કતારગામની પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલમાં દાખલ પરિણીતાની ફરિયાદને આધારે પોલીસે સાસુ વિરૂદ્ધ અત્યાચારનો ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે કતારગામ વિસ્તારમાં રહેતી બે વર્ષીય પુત્રની માતા 23 વર્ષીય યુવતીએ શનિવારે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર