પ્રાપ્તપ્તવિગત મુજબ મહુવા તાલુકાની વાંસકુઈ પંથકની નોકરી કરતી એક યુવતી રોજ એસ.ટી બસમાં મુસાફ્રી કરી અપડાઉન કરે છે . જેમ ને આ રૂટનો એક એસ.ટી બસનો ચાલક દરરોજ ઈરાદા પૂર્વક માનસિક રીતે હેરાન પરેશાન કરતો હતો તેવી તેમના દ્વારા રાવ ઉઠવા પામી હતી.
આ એસ.ટી ચાલક સવારે યુવતી બસની રાહ જોઈ ઉભી હોઈ અને બસ ખાલી હોઈ તો પણ બસ ઉભી રાખતો ન હતો આ ઉપરાંત બસ પુરઝડપે અને ગફ્લત ભરી રીતે ઘણી વાર હંકારતો હતો જેને લઈ અન્ય મુસાફ્રોએ પણ ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની ફ્રિયાદ યુવતિએ અગાઉ પરીવારજનોને કરી હતી.
ત્યારબાદ આ એસ.ટી ચાલક બારડોલી અનાવલ રૂટની બસ લઈ આવ્યો હતો જે બસમાં યુવતી વાંસકુઈ ગામેથી ચઢવાનો પ્રયન્ત કરતી હતી તે દરમિયાન કંડકટરની સૂચના વિના જ અચાનક ચાલકે બસ ઈરાદાપૂર્વકહંકારી દીધી હતી પરંતુ યુવતીની સાવચેતીને લઈ તેનો ચમત્કારિક બચાવ થઈ ગયો હતો.
એસ.ટી ચાલકની ઈરાદાપુર્વકની આવી હેરાનગતિને લઈ યુવતી રોષે ભરાઈ હતી અને બારડોલી એસ.ટી ડેપો મેનેજરને આવા ચાલક વિરુદ્ધ ફેન કરી ફ્રિયાદ કરવાનો પ્રયન્ત કર્યો હતો પરંતુ ફેન ન લાગતા યુવતી વેહવલ ગામે એ બસમાંથી ઉતરી પરત ઘરે આવી હતી અને એસ.ટી ચાલકની હેરાનગતિ અંગે પરિવારજનો અને ફ્ળિયાના રહીશોને જાણ કરી હતી.
જોતજોતામાં ઘટના અંગે ગ્રામજનોને જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો વાંસકુઈ નહેર નજીક ભેગા થઈ ગયા હતા અને ત્યારબાદ એસ.ટી ચાલક બસ લઈ પરત આવતા વાંસકુઈ ગામે તેને અટકાવી મહિલા અને ગ્રામજનો બસ ચાલકને બસ માંથી બહાર ઘસડી મેથીપાક આપ્યો હતો.
સમગ્ર મામલો પોલીસ મથકે પોંહચ્યો હતો પરંતુ ત્યાં ગ્રામજનો અને સમાજના આગેવાનોએ વચ્ચે પડી સમાધાન કરી મામલો થાળે પાડ્યો હતો જેના પરિણામે ઘટના અંગે કોઈ પોલીસ ફ્રિયાદ નોંધાઈ ન હતી જોકે આ બનાવ નો વિડિઓ વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.