એક ભિખારીએ મંદીરમાં આટલા લાખ દાન કર્યા

આંધ્રપ્રદેશના વિજયવાડામાં સાંઇબાબા મંદિરમાં એક 73 વર્ષીય ભિખારીએ સાત વર્ષમાં લગભગ 8 લાખ રૂપિયા દાનમાં આપ્યા હતા. ભિખારી યાદી રેડ્ડીએ કહ્યું કે આમ કરીને તેને વધુ ભીખ મળી છે. યાદી મંદિરની બહાર ભીખ માગે છે. મંદિર પ્રશાસને યાદીની પ્રશંસા કરી હતી.
યાદી રેડ્ડી આ પહેલા ચાર દાયકા સુધી રિક્ષા ચલાવીને તેની આજીવિકા ચલાવતો હતો. તે કહે છે કે ઘૂંટણની તકલીફને કારણે તેણે રોજગાર છોડી દીધો હતો. મેં 40 વર્ષ રિક્ષા ચલાવી છે. સૌથી પહેલા મેં એક લાખ રૂપિયા મંદિરમાં દાન કર્યા. જ્યારે મારી તબિયત લથડવાનું શરૂ થયું, ત્યારે મને પૈસાની વધારે જરૂરિયાત નહોતી લાગતી. આવી સ્થિતિમાં મેં મંદિરમાં વધુ પૈસા દાન આપવાનું નક્કી કર્યું.
યાદી રેડ્ડી કહે છે કે મંદિરમાં દાન આપીને તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. આજે લોકો મંદિરમાં દાન આપવાને કારણે મને ઓળખે છે. મેં મંદિરને અત્યાર સુધીમાં 8 લાખ રૂપિયા દાનમાં આપ્યા છે. ભવિષ્યમાં, તેઓ તેમની બધી કમાણી મંદિરને આપશે. મંદિર વહીવટીતંત્રે જણાવ્યું હતું કે તેઓ તેમની સહાયથી ગૌશાળા બનાવશે. તેમના પૈસા મંદિરના વિસ્તરણને લગતા ઘણા કામો થયા હતા.

Related Posts