બારડોલી કૃષિ મેળાનો અંતિમ દિવસ

ખેડૂતો કૃષિક્ષેત્રે નવીનત્તમ સંશોધનો અને પ્રાકૃતિક ખેતીના સમન્વય થકી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવીને નવી હરિયાળી ક્રાંતિ તરફ પ્રયાણ કરે તેવા ઉમદા હેતુથી આત્મા-એગ્રિકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી, બારડોલી અને ખેડૂત તાલીમ કેન્દ્રના સંયુકત ઉપક્રમે આયોજીત બે દિવસીય કૃષિમેળાને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જેનો ખેડૂતો ૧૪મીના રોજ પણ લાભ લઈ શકશે.
કૃષિ મેળા પ્રારંભ અવસરે મંત્રી પરમારે જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન આઈ ખેડૂત પોર્ટલ પર ૭૭૩૦ ખેડૂતોની અરજીઓને મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી ટ્રેક્ટર ખરીદીમાં ૫૫૯ ખેડૂતોને રૂા.૨૯૨ લાખની સહાય તેમજ ફાર્મ મિકેનાઇઝેશન સહાય ઘટક હેઠળ વિવિધ ઓજારો માટે ૫૬૫ જરૂરિયાતમંદોને રૂા.૧૮૮ લાખ, સિંચાઈના સાધનો માટે ૭૧૨ લાભાર્થીઓને કુલ રૂા. ૮૮.૭૨ લાખની સહાય ચૂકવવામાં આવી છે. શાકભાજીના વાવેતર માટે ૮૫૧ ખેડૂતોને ૧૧૪ લાખ, બાગાયતી યાંત્રીકરણના મિની ટ્રેકટર માટે ૮૮ લાભાર્થીઓને ૪૩.૩૫ લાખ તેમજ ગ્રીન-નેટ હાઉસના ૧૬ લાભાર્થીઓને ૧૬૮ લાખથી સહાય આપવામાં આવી છે.

કૃષિ મેળામાં ત્રણેક મહિના પહેલા પ્રાકૃતિક ખેતીની તાલીમ લઈ ખેતી કરતા મહુવા તાલુકાના ખેડૂત એવા પ્રકાશભાઈ પટેલે પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું કે, રાસાયણિક ખાતરોના અતિરેકના પરિણામે મારી જમીન ખૂબ જ કડક થઇ છે. જેમાં ટ્રેકટર પણ મુશ્કેલીથી ચલાવી શકીએ છીએ. પરંતુ હવે હું સુભાષ પાલેકરની પ્રાકૃતિક ખેતી તરફ વળ્ર્યો છું. લોકોના મનમાં ખોટી લઘુતાગ્રંથિ બંધાયેલી છે કે, રાસાયણિક ખાતર વગર પાક થાય નહીં, પરંતુ આ વાત સાચી નથી.

Related Posts