Home Articles posted by OnlineDesk1
રાજધાની દિલ્હીમાં હિંસા બંધ થઈ ગઈ છે, પરંતુ આ મુદ્દા પર રાજકીય નિવેદનબાજી હજી ચાલુ જ છે. ભારતીય જનતા પાર્ટીએ હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા મોદી સરકાર પર ‘રાજધર્મ’ પર કરવામાં આવેલા હુમલાને પલટવાર કર્યો છે. શુક્રવારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ રાજધર્મના નામે લોકોને ભડકાવવા જોઇએ નહીં. ભાજપ […]
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વખત મધ્યસ્થાની ઓફર કરી છે. જોકે ભારતે હંમેશાં આ વાતનો ઇનકાર કર્યો છે. હવે સમાચાર આવ્યા છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે તેઓ મધ્યસ્થી કરવા માંગતા નથી પરંતુ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન […]
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા અને પાટીદાર આંદોલન વડા હાર્દિક પટેલની ધરપકડ પર 6 માર્ચ સુધી મુલતવી રાખી છે. ગુજરાતમાં 2015 માં પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસા મામલે કોર્ટે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને 6 માર્ચ સુધી આગોતરા જામીન આપ્યા હતા. તે જ સમયે, સુપ્રીમ કોર્ટે પાટીદાર આંદોલનમાં હિંસાના કેસમાં તેમની સામેની એફઆઈઆર રદ કરવાની વિનંતી કરતાં […]
કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી, તેમના ભાઇ અકબરુદ્દીન ઓવૈસી, પૂર્વ ધારાસભ્ય વારિસ પઠાણ અને અન્ય વિરુદ્ધ ઉશકેરીજનક ભાષણો બદલ એફઆઈઆર મુદ્દે શુક્રવારે અરજીઓ પર કોર્ટ સુનાવણી કરવાની છે. કોર્ટે કેન્દ્ર, દિલ્હી સરકાર અને પોલીસ પાસે જવાબ માંગવા માટે નોટિસ ફટકારી છે.
સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્વભરના શેર બજારોમાં હાહાકાર મચ્યો છે. સવારે 9:51 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,164 અંક ઘટીને 38,581 પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 350 અંક નીચે 11,285 પર બંધ રહ્યો હતો. અગાઉ સવારે 9:34 વાગ્યે […]
રાજયના નાણા મંત્રી નીતિન પટેલ સમક્ષ હીરા ઉદ્યોગ પરથી વ્યવસાય વેરો રદ કરવા અનેક વાર રજૂ્આતો કરવામાં આવી હોવા છતા વ્યવસાય વેરો રાજયના બજેટમાં રદ ન થતા સુરત રત્નકલાકાર વિકાસ સંઘે આવતીકાલે બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરકારને જગાડવા માટે હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારોની બે દિવસની હડતાળ રાખવી કે કેમ તેનો નિર્ણય લેવાશે. રત્નકલાકાર […]
સને ૨૦૧૬માં પાંડેસરા વિસ્તારમાં રહેતી અને ધોરણ-૧૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને લગ્ન કરવાની લાલચ આપીને બિહાર ભગાડી જઇ બળાત્કાર ગુજારવાના કેસમાં કોર્ટે યુવકને દોષિત જાહેર કરી બળાત્કારની કલમ ૩૭૬ હેઠળ ૧૦ વર્ષની સજા અને રૂ.૨૫ હજારનો દંડ ભરવા હુકમ કર્યો હતો. આ કેસની વિગત અનુસાર પાંડેસરા વિસ્તારમાં રહેતી અને સ્થાનિક વિસ્તારની એક શાળામાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતી […]
યુવા ઓપનર શેફાલી વર્માની આક્રમક ઇનિંગ અને બોલરોના શિસ્તબદ્ધ પ્રદર્શનને કારણે અહીં રમાયેલી આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપની એક મેચમાં ભારતીય મહિલા ટીમે ન્યુઝીલેન્ડને 3 રને હરાવીને પોતાની જીતની હેટ્રિક પુરી કરવા સાથે સેમી ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું હતું. પ્લેયર ઓફ ધ મેચ 16 વર્ષની શેફાલીએ 34 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી […]
ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન શરૂ થાય તે પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે એક મોટો ફેરફાર કરીને છેલ્લી બે સીઝનમાં ટીમનું સુકાન સંભાળનાર કેન વિલિયમ્સનને કેપ્ટન પદેથી હટાવી દઇને તેના સ્થાને ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનર ડેવિડ વોર્નરને ફરી સુકાની બનાવી દીધો છે. વોર્નરે સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયો મેસેજમાં કહ્યું હતું કે આઇપીએલ 2020 માટે મને સુકાની […]
ભારતના યુવા ઓપનર પૃથ્વી શોએ ગુરૂવારે ડાબા પગમાં સોજો હોવાને કારણે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો નહોતો અને તેના કારણે શનિવારથી અહીં શરૂ થનારી બીજી ટેસ્ટ પૂર્વે ભારતીય ટીમ મેનેજમેન્ટની ચિંતામાં વધારો થયો છે. સૂત્રોએ માહિતી આપી હતી કે ગુરૂવારે સોજાનું કારણ જાણવા માટે પૃથ્વી શોનો બ્લડ ટેસ્ટ કરાયો હતો, જો તેનો મેડિકલ રિપોર્ટ તરફેણમાં આવશે […]