મોદી સરકારના ટિકાકાર અનુરાગ કશ્યપે ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કર્યું
અનેક સામાજિક મુદ્દાઓ વિશે બેબાક અભિપ્રાય વ્યક્ત કરનાર ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપે પોતાનું ટ્વિટર એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. તેણે પરિવારની સુરક્ષાનો મુદ્દો આગળ ધરીને આ પગલું ભર્યું છે. અનુરાગ કશ્યપને સોશિયલ મીડિયા પર સતત ધમકી મળી રહી છે અને આ ધમકીને પગલે તેણે આ નિર્ણય લીધો છે. આ પહેલા અનુરાગ કશ્યપને ઓનલાઈન ધમકી મળ્યા બાદ તેણે મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 હેઠળ કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો ભારત સરકારે પાછો ખેંચી લેતા અનુરાગે મોદી સરકારની ટીકા કરી હતી. આ બાબતે સરકારના સમર્થકોએ અનુરાગની નિંદા કરી હતી.