અક્ષયકુમાર ફરી આ કારણસર સોશિયલ મીડિયામાં છવાયાં

બોલીવૂડમાં ખિલાડી કુમાર તરીકે ઓળખાતા અક્ષયકુમાર હાલના દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. તેમની એક પછી એક ફિલ્મ સફળ થઇ રહી છે. તેઓ તેમની ફિટનેસ અને

એકટિવિટીને લઇને પણ જાણીતા છે. રવિવારે તેઓ મુંબઇ પોલીસની ઇન્ટરનેશલ મેરેથોનમાં પહોંચ્યા હતા તેનો ફોટો તેમણે શેર કર્યો છે. જેમાં તેઓ સુપર સ્ટાર અજય

દેવગણ અને મશહૂર ડાયરેક્ટર રોહિત શેટ્ટી સાથે નજરે પડી રહ્યા છે. આ ફોટો ટ્વિટ કરીને અક્ષયે લખ્યું છે કે, ટીમ સૂર્યવંશી, પોલીસ તમારી પાછળ નહીં દોડે, અક્ષયના

આ ટ્વિટ પછી ફેન્સ તેમને ફિટેસ્ટ અને ફોરએવર યંગ સેલિબ્રિટીના નામથી બોલાવવા લાગ્યા છે.

Related Posts