ગુજરાત વિધાનસભામાં શરમજનક ઘટના : કોંગ્રેસ-ભાજપ વચ્ચે છૂટ્ટા હાથની મારા મારી


વિધાનસભા ગૃહમાં આજે સૌથી કલંકિત કહી શકાય તેવી ઘટના બની છે. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયાછે. સાવરકુંડલાના કોંગ્રસના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને નિકોલના ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ વચ્ચે છુટા હાથની મારામારી જોવા મળી હતી. કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ દુધાતે જગદીશ પંચાલ પાસે ધસી જઈને માઈક માર્યું હતું જેમાં જગદીશ પંચાલને સામાન્ય ઈજા પણ થઈ હતી. આ સમગ્ર મામલો દીપેશ-અભિષેક અપમૃત્ય કેસના ડી.કે.ત્રિવેદી પંચના રિપોર્ટને લઈને ઉભો થયો હતો. અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ડી.કે.ત્રિવેદી પંચનો રિપોર્ટ રજૂ કરવા માગ કરી ત્યારે સરકારે માત્ર એટલો જ જવાબ આપ્યો કે આ મામલો વિચારાધીન છે. કોંગ્રેસના સભ્યોએ સરકારને ઘેરવા પ્રયાસ કર્યો ત્યારે નીતિન પટેલે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતાં કોંગ્રેસના ધારાસભ્ચોએ વિરોધ ઉઠાવ્યો.

  • Related Posts