યુજીસી પ્રાધ્યાપકોની આળસ ખંખેરવા નવી ગાઈડલાઇન્સ આપશે

લાખોના પગારદાર અધ્યાપકોના કામના કલાકો વધારવા યુજીસી ગાઇડલાઇન તૈયાર કરશે !

સુરત: દેશભરની યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં લાખોનો પગાર લેતા કાયમી અધ્યાપકો પૂરતા પ્રપ્રમાણમાં કામ નહિ કરતા હોવાની અને હંગામી અધ્યાપકો પાસે વધારાનું કામ લેવામાં આવતું હોવાની ફ્રિયાદને પગલે યુજીસી (યુનિવર્સિટી ગ્રાંટ કમિશન) દ્વારા અધ્યાપકોના કામના કલાકો માટે નવી ગાઇડ લાઇન તૈયાર કરશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજો સહિત સમગ્ર દેશભરની યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજોમાં અધ્યાપકો સપ્તહમાં ૧૪ થી ૧૬ કલાક કામ કરવાના હોય છે. સામાન્ય સંજોગોમાં કાયમી અને હંગામી અધ્યાપકોના કામના કલાકો સરખા હોય છે. પરંતુ કાયમી અધ્યાપકો ચાર કે પાંચ જ લેકચર લઇ રવાના થઇ જતા હોય છે.
જયારે હંગામી અધ્યાપકોઍ સપ્તાહના પૂરેપૂરા કલાકો કામ કરવા ઉપરાંત કોલેજ સંબંધિત અન્ય કામો પણ કરવા પડતા હોય છે. કાયમી અધ્યાપકો લાખોનો પગાર લઇને પણ પૂરતા કલાક કામ નથી કરતા અને હંગામી અધ્યાપકોઍ ઓછા પગારમાં વધારે કામ કરવું પડતું હોય છે. આ બાબતે યુજીસીને વ્યાપક ફ્રિયાદો મળી હતી. જેથી યુજીસી દ્વારા લાખોનો પગાર વસુલતા કાયમી અધ્યાપકો ગણતરીના લેકચર લઇ છટકી નહિ શકે તે માટે નવી ગાઇડ લાઇન તૈયાર કરી રહી છે.
ઍચ. ઓ. ડી થી લઇ હંગામી અધ્યાપકોઍ કેટલા કલાક કામ કરવાનું હોય છે
આસીસટન્ટ પ્રપ્રોફ્ેસર ૧૬ કલાક
ઍસોસિઍટ પ્રપ્રોફ્ેસર ૧૪ કલાક
પ્રપ્રોફ્ેસર                     ૧૨ કલાક
ઍચ.ઓ. ડી                    ૮ કલાક
હંગામી પ્રપ્રોફ્ેસર        ૧૬ કલાક
અધ્યાપકોનો પગાર અંદાજે ૧.૨૫ લાખ અને હંગામી અધ્યાપકોનો પગાર માત્ર ૨૫ થી ૩૦ હજાર
યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અધ્યાપકોના પગાર અને કામના કલાકોના મુદ્દે ભારે દ્રિધા છે. સૌથી વધુ કામ હંગામી અધ્યાપકો કરે છે પરંતુ તેઓનો પગાર માંડ ૨૪ થી ૪૦ હજાર હોય છે. જયારે અધ્યાપકોનો પગાર અંદાજે ૧.૨૫ લાખ, આસીસટન્ટ અધ્યાપકોનો પગાર ૬૦ થી ૭૦ હજારની આજુબાજુ, ઍસોસિઍટ અધ્યાપકોનો પગાર ૧.૧૦ લાખની આુજબાજુ હોય છે. જયારે ઍચ.ઓ.ડી (હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ) નો પગાર સિનીયોરીટી મુજબ અંદાજે ૧.૭૫ લાખથી વધુ હોય છે.

  • Related Posts