શોપિયા ફાયરિંગ કેસ : મેજર આદિત્યને સુપ્રીમ રાહત

જમ્મુ અને કાશ્મીરના શોપિયા ફાયરિંગ મામલે મેજર આદિત્ય સહિત બીજા આર્મી અધિકારીઓએ સામે થયેલી એફઆઇઆર પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો છે. કોર્ટે કેન્દ્ર ને રાજ્ય સરકારને બે અઠવાડિયામાં જવાબ આપવા તાકીદ કરી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી હતું કે મેજર આદિત્ય વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરી શકાય. ઉલ્લેખનીય છે કે 27 જાન્યુઆરીના દિવસે શોપિયામાં થયેલી ફાયરિંગમા ત્રણ નાગરિકો માર્યા ગયા હતા

શું છે શોપિયા ફાયરિંગ મામલો ??
27 જાન્યુઆરીના દિવસે એક કાફલો શોપિયાના ગણોવપોરા ગામમાંથી પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન કેટલાક પ્રદર્શનકારીઓએ કાફલા પર પથ્થરમારો કરતાં જવાબમાં સુરક્ષાબળોએ ફાયરિંગ કર્યું હતું જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા

પછી શું થયું ?
શોપિયામાં થયેલી ફાયરિંગ બાદ મહેબૂબા મુફ્તી સરકારના ઓર્ડર પર જમ્મુ અને કાશ્મીર પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી જેમાં મેજર આદિત્યનું નામ પણ સામેલ હતું

  • Related Posts