અલ્પેશ, જીજ્ઞેશ અને હાર્દિક દિશા વિહીન થઈ ભટકી રહ્યાં છે

  • 93
    Shares

૨૦૧૫માં ગુજરાતના લોકો અને યુવાનો સામે ઍક ઍકદમ યુવાન ચહેરો હાર્દિક પટેલ આવ્યો હતો, સતત વિવિધ પ્રશ્ને નિરાશ થયેલી પ્રજા અને ખાસ કરી પાટીદારોને લાગ્યુ હતું કે કદાચ તેમની સમસ્યાનો આ ઉત્તર બનશે, તેના કારણે ગુજરાતની સ્થાપના બાદ પહેલી વખત દસ લાખ લોકો હાર્દિક પટેલની અમદાવાદની જીઍમડીસી મેદાન ખાતેની  સભામાં ઉપસ્થિત થયા હતા, ૨૦૧૬માં ઉનાકાંડનીઘટના ઘટી હતી, ત્યારે દલિતો સામે ઍક નવો નેતા જીજ્ઞેશ મેવાણી સામે આવ્યો હતો, છેલ્લાં છ દાયકાથી દલિતો માટે અનેક નેતાઓ મેદાનમાં આવ્યા પણ તેમની નેતાગીરી દલિતોની સ્થિતિમાં સુધાર લાવી શકી નહીં, જેના કારણે દલિતોને લાગ્યુ કદાચ હવે તેમને ખરાબ સમય પુરો થયો છે, અને સારા દિવસોની શરૂઆત થશે.

આવુ જ કઈક અલ્પેશ ઠાકોરનું પણ હતું. સમૃધ્ધિમાં જન્મેલા અને શ્રીમંતાઈમાં ઉછરેલા અલ્પેશ ઠાકોરે જયારે પોતાની જ્ઞાતિ પછાત રહેવા પાછળ દારૂની બદી અને શિક્ષણનો અભાવનું કારણ આપ્યુત્યારે ઠાકોર અને ઓબીસી જ્ઞાતિઓને લાગ્યુ કે કદાચ આ જ તેમનો ઉધ્ધારક બની શકે છે. ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીનું બ્યુગલ વાગીચુકયુ હતું, અલ્પેશના પિતા ખોડાજી ઠાકોર નખશીખ રાજકારણી છે, ઍક જમાનામાં નરેન્દ્ર મોદીના અંગત લોકોમાં તેમની ગણના થતી હતી, બાદમાં તેમણે મોદીનો હાથ છોડી કોંગ્રેસનો પંજા પકડી લીધો, પિતા પાસેથી ગળથુથીમાં રાજકારણ શીખેલા અલ્પેશ પાસે સત્ત્।ની સીડી ચઢવી મુશ્કેલ ન્હોતી, હાર્દિક પટેલે યુવાના હ્લદયમાં પોતાની જગ્યા કરી લીધી હતી, પણ બંધારણને ચુંટણી લડવા માટેનક્કી કરેલી ઉમંર કરતા તે નાનો હતો. જયારે અરવિંદ કેજરીવાલથી પ્રભાવીત થયેલા જીજ્ઞેશ મેવાણીઍ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઝંડો ઉપાડી લીધો હતો, પણ ઉનાકાંડમાંને રાજકિય રંગથી દુર રાખવા માટે આપને તીલાંજલી આપી હતી, આ ત્રણે નેતાઓ પોતાની લડાઈના કારણો હતા, ૨૦૧૭ સુધી તેઓ સીસ્ટમને ભાંડી રહ્ના હતા, પણ ૨૦૧૭માં અલ્પેશ અને જીજ્ઞેશ પાસે સીસ્ટમનો ભાગ બનવાની તક હતી અને તેમણે તે ઝડપી લીધી અને તેઓ ધારાસભ્ય પણ થઈ ગયા, બીજી તરફ હાર્દિક પટેલને જે પ્રકારને જનસમર્થન મળી રહ્ના હતું તે મતોમાં અપેક્ષીત રીતે રૂપાંતરીત થયુ નહીં, જેના કારણે ભાજપની બેઠકો ઘટી પણ કોંગ્રેસને સત્ત્। મળી નહીં.

આમ છતાં સમાજે હાર્દિક, અલ્પેશ ઍ જીજ્ઞેશ પાસેથીની અપેક્ષાઓ ગુમાવી હતી, પણ આ ત્રણ નેતાઓ હજી પોતાની દિશા નક્કી કરી શકયા નથી તેવી છાપ ઉભી થઈ રહી છે. અલ્પેશ ઠાકોર ભીડઍકત્રીત કરી શકે છે, સારૂ ભાષણ કરી શકે છે, સરકારને ભાંડી શકે છે, પણ આ ત્રણે બાબતો ઓબીસીને જીવનમાં વાસ્તવિક રીતે કઈ આપી શકતી નથી. આવુ જ જીજ્ઞેશના કિસ્સામાં પણ છે, અલ્પેશ અને જીજ્ઞેશની ઍક વિશેષ જવાબદારી છે, કારણ તેમને ઍક ચોક્કસ વિસ્તારને પોતાના પ્રતિનિધિ તરીકે ગુજરાતની સર્વોપરી વિધાનસભામાં બેસવાનો અને પોતાનો અવાજ થવાનો અધિકાર આપ્યો છે, અલ્પેશ અને જીજ્ઞેશ અત્યારે સૌથી આસાન કામ કરી રહ્ના છે, જયારે તમે વિરોધ પક્ષમાં હોવ ત્યારે સરકારની ટીકા કરવી સારી બાબત છે, પણ તે પરિણામ આપી શકતી નથી, જા ખરેખર અલ્પેશ અને જીજ્ઞેશ ભાજપ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભીંસમાં લેવા માગતા હોય તો અલ્પેશ રાધનપુરના અને જીજ્ઞેશને વડગામના દસ પ્રજાકિય કામો લઈ મુખ્યમંત્રી પાસે જવુ જાઈઍ, અને કહેવુ જાઈ સર રાધનપુર ઍ વડગામ પણ આપણા ગુજરાનો હિસ્સો છે.

તમને વિનંતી છે કે રાધનપુર ઍ વડગામની પ્રજાના આ કામ તમારે કરવા પડશે, જા કદાચ આ બે જ ધારાસભ્ય પ્રજાના કામ લઈ મુખ્યમંત્રી પાસે જશે તો વિજય રૂપાણીની હિમંત નથી કે તે કહે છે વડગામ અને રાધનપુરે ભાજપને મત આપ્યા નથી માટે જાવ અમે આ કામ કરીશુ નહીં. વિજય રૂપાણીને કોંગ્રેસ પસંદ ના કરે તે જુદો  પ્રશ્ન છે, પણ રાજયની બહુમતી પ્રજાઍ તેમને સત્તા  સોંપી છે તે સત્ય સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ નથી, વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે પ્રેસ ગેલેરીનું ધ્યાન દોરવા માટે રાડો પાડવાથી કયારેય પરિણામ મળતુ નથી, વિધાનસભાના સત્રમાં તો વિજય રૂપાણી કદાચ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદ્દી સાથે ગોઠવી વિરોધ પક્ષનો અવાજ રોકી પણ શકે છે. પણ જયારે વિધાનસભાનું સત્ર ચાલુ ના હોય ત્યારે અલ્પેશ અને જીજ્ઞેશને મુખ્યમંત્રીના કાર્યાલયમાં જતા કોઈ રોકી શકે તેમ નથી. હાર્દિકની હમણાં શહિદ યાત્રા ચાલુ છે, ત્યાર પછી હાર્દિક આમરણાંત ઉપવાસ કરવાનો છે, કયારેક હાર્દિક અનામતની વાત કરે છે તો કયારેક હાર્દિક યુવકોની વાત કરે છે, કયારેક હાર્દિક જીજ્ઞેશ અને અલ્પેશ સાથે દારૂ માટે જનતા રેડ કરે છે, કુવો ખોદવા માટે કોઈ ઍક જ સ્થળે સતત ખોદતા રહેવુ પડે, તો કદાચ  ઍક દિવસ કુવામાંથી પાણી મળી શકે છે. પણ રોજ સવારે નવો કુવો ખોદવા જશે તો હાર્દિક માટે કુવા ખોદવામાં કરેલી મહેનત ખાડો સાબીત થશે, પ્રજાઍ અલ્પેશ, જીજ્ઞેશ અને હાર્દિક ઉપર મુકેલો વિશ્વાસ પ્રજાઍ ગુમાવ્યો નથી, પણ પ્રજાને લાગશે કે હાળા છેતરી ગયા તો તે પહેલા પોતાની જાતને સંભાળી લેવાની જરૂર છે.

  • Related Posts