અમરનાથ યાત્રાળુઓનો ૧૧ મો બેચ યાત્રા માટે રવાના થયો

  • 56
    Shares

અમરનાથ યાત્રાળુઓનો ૧૧મો બેચ બુધવારે જમ્મુના ભગવતીનગર બેસ કેમ્પથી ભારે સુરક્ષા હેઠળ રવાના કરવામાં આવ્યો હતો. આ બેચમાં ૪૯૫૬ શ્રધ્ધાળુઓનો સમાવેશ થયો છે. ૧૬૧ વાહનોના આ કાફલામાં ૧૪૫૪ મહિલાઓ અને ૯૭ સાધુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ૪૯૫૬ શ્રધ્ધાળુઓ પૈકી ૨૬૭૭ યાત્રાળુઓ જેમાં ૬૩૨ મહિલા અને ૯૭ સાધુઓ છે તેઓ ૩૬ કિમી વાળાં પહેલગામ માર્ગથી અને ૨૭૭૯ શ્રધ્ધાળુઓ કે જેમાં ૮૨૨ મહિલાઓ છે તેઓ ૧૨ કિમી વાળાં બાલતાલ માર્ગે પવિત્ર ગુફાના દર્શન કરશે.

અમરનાથ શેરીન બોર્ડના અધિકારીઓઍ યાત્રા સરળતાથી આગળ વધી રહી હોવાની માહિતી આપી હતી. જોકે હવામાન વિભાગે કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરી હોવાથી અમરનાથ યાત્રા ફરી અસરગ્રસ્ત થાય તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ૨૮ જુનથી શરૂ થયેલી અમરનાથ યાત્રા ૨૬ ઓગસ્ટના દિવસે પુર્ણ થશે

 

  • Related Posts