11 દિવસમાં જ સંજુ એ કરી લીધી છે અધધ કમાણી, સલમાન-શાહરુખને રાખ્યા પાછળ

  • 72
    Shares

સંજય દત્તની રણબીર કપુર અભિનિત બાયોપિક ‘સંજુ’ રિલીઝના ૧૧ માં દિવસે પણ થોભવાનું નામ નથી લઇ રહી. ૧૧ દિવસ બાદ સંજુની કમાણી ૨૭૧ કરોડ પર પહોંચી છે. રણબીર કપુર અને સંજય દત્તની કોઇ ફિલ્મ આટલી કમાણી કરી શકી નથી. રિલીઝ પછીના બીજા સોમવારે ‘સંજુ’ એ ૯ કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે ‘સંજુ’ને દર્શકો તેમજ વિવેચકો બંને તરફથી સારો પ્રતિભાવ મળ્યો હતો. ફિલ્મે પહેલાં દિવસે જ ૩૪.૭૫ કરોડની કમાણી કરી હતી અને પહેલા અઠવાડીયે જ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ હતી. બીજા વિકેન્ડમાં ફિલ્મ ૬૧.૭૫ કરોડ કમાઇ ચુકી છે. જાણકારો અનુમાન લગાવી રહ્યાં છે કે ‘સંજુ’ ત્રીજા અઠવાડિયાનાં અન્ત સુધીમાં ૩૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ જશે

  • Related Posts