18 સરકારી બેન્કોમાં 9 માહિનામાં 1.17 લાખ કરોડની છેતરપિંડી, આ બેન્કમાં સૌથી વધુ કેસ

એપ્રિલથી ડિસેમ્બર સુધીના ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં નવ મહિનામાં 18 જાહેર ક્ષેત્રની બેંકોમાંથી 1.17 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી નોંધાઈ છે. આ છેતરપિંડી 8,926 કેસોમાં કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે દેશની સૌથી મોટી લોન આપતી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) છેતરપિંડીનો શિકાર બની છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌરને માહિતીના અધિકાર હેઠળ ભારતીય રિઝર્વ બેંક તરફથી આ માહિતી મળી. તેમણે કહ્યું કે, એસબીઆઈએ 19 ડિસેમ્બર સુધીના નવ મહિનામાં 30,300 કરોડના 4,769 ફ્રોડ કેસ નોંધ્યા છે. આ જાહેર ક્ષેત્રની બેંકોમાં 1.17 લાખ કરોડના કપટપૂર્ણ કેસોમાં 26 ટકા છે. પંજાબ નેશનલ બેંકને 294 કેસોમાં 14,928.62 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. તે પછી એસબીઆઇ બીજા ક્રમે છે.

બેંક ઓફ બરોડાએ 250 કેસોમાં 11,166.19 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો હતો. અલ્હાબાદ બેંકે 860 કેસ નોંધ્યા, જેમાં 6,781.57 કરોડની છેતરપિંડી સામેલ છે. બેન્ક ઓફ ઇન્ડિયાને 161 કેસોમાં 6,626.12 કરોડ, યુનિયન બેંકને 292 કેસ, 5,604.55 કરોડનું નુકસાન થયું છે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સમાં 282 કેસ નોંધાયા, જેના પગલે 4,899.27 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે.

Related Posts