૯ વર્ષના ભારતીય મુળના ચેસ ખેલાડીને ઇંગ્લેન્ડ છોડવા ફરમાન

  • 122
    Shares

 

ઇંગ્લેન્ડમાં ૯ વર્ષના ભારતીય મુળના શ્રેયસ રોયલને બ્રિટનના ઇમિગ્રેશન કાયદા હેઠળ દેશ છોડવાનું ફરમાન કરાતા વિવાદ છેડાયો છે. બ્રિટનના સૌથી મોટા ચેસ ખેલાડી તરીકે જોવાતો શ્રેયસ પોતાની વય જૂથના વર્લ્ડ રેન્કિંગમાં ચોથા ક્રમે છે.

જો કે તેણે બ્રિટન એ ટલા માટે છોડવું પડશે કે તેના પિતાના વર્ક વિઝા રિન્યુ થઇ શકે તેમ નથી. હકીકતમાં શ્રેયસના પિતાની વાર્ષિક આવક ૧,૨૦,૦૦૦ પાઉન્ડથી ઓછી છે અને વર્ક વિઝા રિન્યુ કરાવવા માટે આટલી આવક હોવી જરૂરી છે.

શ્રેયસ જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારથી બ્રિટન આવ્યો હતો. હવે તે નવ વર્ષનો થયો છે અને તેની સામે થયેલા ફરમાનનો ઘણો વિરોધ થઇ રહ્યો છે. ઇંગ્લેન્ડના ઘણાં લોકો કહે છે કે બ્રિટનની દૃષ્ટિએ  આ ખોટો નિર્ણય છે.

કારણ ઘણાં લોકો બ્રિટનમાં આટલી કમાણી કરતાં નથી. લેબર પાર્ટીના સાંસદ અને માજી જૂનિયર ચેસ ચેમ્પિયન રેચેલ રિવ્સે ગૃહ મંત્રાલયને વિનંતી કરી છે કે શ્રેયસને ઇંગ્લેન્ડમાં રહેવા દેવામાં આવે.

 

  • Related Posts