૯૦૦ વર્ષ લાંબા દુકાળને કારણે સિંધુ ખીણની સંસ્કૃતિનો અંત આવ્યો : નવો અભ્યાસ

  • 19
    Shares

 

આઈ.આઈ.ટી. ખડગપુર દ્વારા કરવામાં આવેલ અભ્યાસમાં જાણવા મળ્યા મુજબ સુપ્રસિધ્ધ સિંધુ ખીણની સંસ્કૃતિ લગભગ ૪૩૫૦ વર્ષો પહેલા આશરે ૯૦૦ વર્ષો  સુધી સખત દુષ્કાળ હેઠળ રહી હતી, કે જે દુષ્કાળે લોકોને ભારતના દક્ષિણ અને પૂર્વ તરફી પ્રદેશો તરફ સ્થળાંતર કરવાં અને પોતાની વસાહતો છોડી દેવા પ્રેર્યા હતાં.

સિંધુ ખીણની સંસ્કૃતિ આશરે ૧૦.૫ લાખ સ્કવેર કિમી. વિસ્તાર – હાલના આધુનિક ભારત, પાકિસ્તાન અને બલુચિસ્તાન અને અફધાનિસ્તાનને સમાવતાને આવરી લેતી પ્રાચીન સભ્યતાઓમાં સૌથી વધુ વિસ્તૃત રીતે ફેલાયેલી હતી.

સિંધુ સભ્યતા ખૂબ સારી રીતે વિકાસ પામેલ આંતરમાળખાકીય બાંધકામો ધાતુ વિજ્ઞાન, સ્થાપત્ય ધરાવતી હતી તે ઉપરાંત વિશ્વભરની અન્ય સમકાલીન સભ્યતાઓ સાથે વેપાર ધંધાકીય સંબંધો અને સાંસ્કૃતિક જોડાણો ધરાવતી હતી.

ઈન્ડિયન ઈનસ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી ખડગપુરના ડિપાર્ટમેન્ટ ઓફ જિયોલોજી ઍન્ડ જિયોફિઝિક્સના પ્રોફેસર અનિલ કે. ગુપ્તાના નેતૃત્વની ટીમે નિરીક્ષણ કર્યુ હતું કે ૯૦૦ વષાર્ેના સમયગાળા સુધી દુષ્કાળ જેવા તબક્કાઍ ‘‘ખૂબ જ નબળા’’ ભારતીય સમય મોન્સૂન (ચોમાસુ) ના કારણે પાણીના પુરવઠામાં ઘટાડાને નોતયાર્ે હતો. કે જે ચોમાસું પેસિફિક મહાસાગરમાં હવામાન સંબંધી ચક્ર, જોરદાર અલ મિનો હિલચાલના પ્રભાવ હેઠળ હતું.

આ જોરદાર અલનિનો હિલચાલે હવામાં ભેજના પ્રમાણના પરિવહનને ઘટાડયું હતું અને ઉત્તર પશ્ચિમી હિમાલયમાં બરફની જમાવટ કરી હતી. ઉત્તર પશ્ચિમ હિમાલય સિંધુ નદી અને તેની ઉપ નદીઓમાં પાણી પુરવઠાનો મોટો સ્ત્રોત રહયો છે. આ રીતે કૃષિ ઉત્પાદનને પ્રભાવિત કર્યુ હતું. ઍમ.આઈઆઈટી ખડગપુરના નિવેદનમાં આજે જણાવાયું હતું.

  • Related Posts