૮૧ ટકા મુખ્ય મંત્રીઓ કરોડપતિ, ચંદ્રબાબુ નાયડુ સૌથી પૈસાદાર: અહેવાલ

ઍસોસિઍશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ઍડીઆર) અને નેશનલ ઈલેક્શન વોચઍ (ઍનઈડબ્લુ) ૩૧ મુખ્યમંત્રીઓનું વિશ્લેષણ જારી કર્યુ હતું જેમાં ૨૮ રાજ્યો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોને સામેલ કરાયા છે. આ વિશ્લેષણ ચૂંટણી લડતાં પહેલાં મુખ્યમંત્રીઓઍ દાખલ કરેલા સોગંદનામા પર આધારિત છે. જારી કરાયેલા અહેવાલ મુજબ દેશના ૮૧ ટકા (૨૫) મુખ્ય મંત્રીઓ કરોડપતિ છે તેમાં સૌથી પૈસાદાર આન્ધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ (૧૭૭ કરોડ રૂપિયાની મિલ્કત) છે જ્યારે સૌથી વધુ ગંભીર ગુનાહિત કેસ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિન્દ કેજરીવાલ વિરૂદ્ઘ દાખલ છે. દેશના મુખ્ય મંત્રીઓની સરેરાશ મિલ્કત ૧૬.૧૮ કરોડ રૂપિયા છે જ્યારે સૌથી ઓછી મિલ્કત ત્રિપુરાના મુખ્ય મંત્રી માણિક સરકારની (૨૬ લાખ રૂપિયા) છે.
ટોચના પાંચ મુખ્ય મંત્રીઓ:

મુખ્ય મંત્રી રાજ્ય કુલ મિલ્કત (રૂપિયામાં)
ઍન. ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશ ૧૭૭.૪૮ કરોડ
પેમા ખાંડુ અરૂણાચલ પ્રદેશ ૧૨૯.૫૭ કરોડ
અમરિન્દર સિંહ પંજાબ ૪૮.૩૧ કરોડ
કે ચંદ્રશેખર રાવ તેલંગાણા ૧૫.૫૧ કરોડ
મુકુલ સંગમા મેઘાલય ૧૪.૫૦ કરોડ

અહેવાલ મુજબ ૩૧માંથી ૧૧ (૩૫ ટકા) મુખ્ય મંત્રીઓ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે જ્યારે ૨૦ ઍટલે કે ૬૫ ટકાઍ સોગંદનામામાં પોતાને સાફ છવિવાળા જણાવ્યાં હતાં. ૮ મુખ્ય મંત્રીઓ પર ગંભીર ગુનાહિત કેસ છે કેજરીવાલ પર સૌથી વધુ ૪ ગંભીર ગુનાહિત કેસ દાખલ છે.

ગુનાહિત કેસ ધરાવતાં ટોચના પાંચ મુખ્ય મંત્રીઓ:

મુખ્ય મંત્રી રાજ્ય ગુનાહિત કેસ ગંભીર ગુનાહિત કેસ
દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્ર ૨૨ ૩
પિનારાઈ વિજયન કેરળ ૧૧ ૧
અરન્દિ કેજરીવાલ દિલ્હી ૧૦ ૪
રઘુબર દાસ ઝારખંડ ૮ ૧ –
અમરિન્દર સિંહ પંજાબ ૪ ૩
સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts