૩ માણસોને ૧૦ વર્ષીય છોકરા સાથે બળાત્કાર બદલ જાહેરમાં ઠાર મારી ક્રેનથી લટકાવાયા

  • 91
    Shares

ત્રણ વિકૃત શખ્સોને ગઈકાલે અહીં જાહેરમાં ઠાર મરાયા હતાં ત્યારબાદ તેમને ક્રેનથી લટકાવી દેવાયા હતાં, ઍક ૧૦ વર્ષીય છોકરા સાથે બળાત્કાર અને હત્યા કરવા બદલ તેમને આ સજા આપવામાં આવી હતી. આ ત્રણ અપરાધીઅોને સાના શહેરના મધ્યમાં બ્લુ કપડાંમાં લોકોની ભીડ સામે પરેડ કરાવાઈ હતી, તેમને માથું નીચું કરી બેસી જવા કહેવાયું હતું ત્યારબાદ તેમના હ્લદયમાં ૫ ગોળીઅો મારવામાં આવી હતી.

તેમના મૃતદેહને ક્રેન પર ઉંચાઈ પર લટકાવવામાં આવ્યાં હતાં જે આવું કરવાનું વિચારતાં લોકો માટે સખત ચેતવણી હતી. યમન સાઉદી અરેબિયાના દક્ષિણમાં આવેલો છે તે વિશ્વના ટોચના દેશો પૈકી ઍક છે જ્યાં સૌથી વધુ મૃત્યુદંડ આપવામાં આવે છે, અહીં હત્યા, બળાત્કાર અને ત્રાસવાદ જેવા કેટલાંક ગુનાઅોમાં મૃત્યુદંડ અપાય છે.

  • Related Posts