૨૦૨૦ સુધીમાં એરબસના વિમાનોમાં સ્લિપિંગ બર્થ આવી જશે

નવી દિલ્હી : ટૂંક સમયમાં વિમાનનો કાર્ગો ડેક એક આકર્ષક જગ્યા હશે. એરબસે ઘોષણા કરી હતી કે તે આવનારા બે વર્ષોમાં પોતાના એ-૩૩૦ વિમાનના કાર્ગો ડેકમાં સ્લીપીંગ બર્થ જોડી શકશે.

કંપનીએ દાવો કર્યો હતો કે તેનાથી વિમાનના કાર્ગો ડેકના ફ્લોર અથવા તેની વજન લઈ જવાની ક્ષમતા પર કોઈ અસર પડશે નહીં. એરબસે રજૂ કરેલા નક્શામાં દર્શાવાયું છે કે કેવી રીતે ફેમિલી રૂમ, મેડિકલ સેન્ટર અને લોન્જસ પણ તેમાં જોડી શકાશે.

એરબસે કહ્યુ હતું ૨૦૨૦ સુધી તે એ-૩૩૦ વિમાનમાં સ્લીપર ક્મ્પાર્ટમેન્ટ જોડવામાં સક્ષમ થશે સાથે જ તે આ સુવિધા એ-૩૫૦ એક્સડબ્લુબીમાં સામેલ કરવા પર પણ વિચારી રહી છે.

  • Related Posts