૧૭ વર્ષના ઍથેલેટે વિન્ટર ઓલિમ્પિક્સમાં અમેરિકાને પ્રથમ ગોલ્ડ અપાવ્યો

પ્યોંગપાંગ : અમેરિકાના યુવા સ્નોબોર્ડર રેડ ગેરાર્ડે અહીં રમાઇ રહેલા વિન્ટર ઓલિમ્પિક્સમાં પોતાના દેશ અમેરિકાને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. ૧૭ વર્ષના આ ઍથલેટે સ્લોપસ્ટાઇલના અંતિમ પ્રયાસમાં ૮૭.૧૬ પોઇન્ટ મેળવી સ્નોબોર્ડ લેન્ડ કરીને પ્રથમ સ્થાન મેળવવા સાથે ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. તેણે પોતાના આ પ્રદર્શન વડે તેણે કેનેડાના મેક્સ પેરટ અને માર્ક મેકમોરિસને પાછળ મુક્યા હતા. જેમણે અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ પર પોતાનું નામ લખાવ્યું હતું. મેક્સ મોરિસે ચાર વર્ષ પહેલા સોચ્ચિમાં પણ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો અને તેના નામે આ બીજો કાંસ્ય ચંદ્રક છે.

૧૭ વર્ષના ગેરાર્ડની આ મહામુકાબલા પહેલા શરૂઆતથી લઇને સુવર્ણ ચંદ્રક સુધીનો પ્રવાસ થોડો નાટ્યાત્મક રહ્યો હતો. ગેરાર્ડ પોતાની પ્રથમ બે દોડમાં ગબડી પડ્યો હતો. અને તેના કારણે તે ૧૧માં સ્થાને રહ્યો હતો. જોકે ત્રીજી અને અંતિમ દોડમાં તેણે જોરદાર પ્રદર્શન કરીને ૮૭.૧૬નો સ્કોર કર્યો હતો અને તેના કારણે મેડલ ટેબલમાં ટોચના સ્થાને પહોંચીને ગેરાર્ડ ગોલ્ડ મેડલ જીતી ગયો હતો ઍથેલેટે વિન્ટર ઓલિમ્પિક્સમાં અમેરિકાને પ્રથમ ગોલ્ડ અપાવ્યો

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts