૧૪મી જૂને ૧૪૧ વર્ષના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં થશે મોટો ફેરફાર

  • 183
    Shares

 

 

અહીંના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર આવતીકાલે અફઘાનિસ્તાનની ટીમ પોતાનું ટેસ્ટ પદાર્પણ કરશે તેની સાથે ક્રિકેટમાં એક નવો ઇતિહાસ લખાશે. ભારત સામે મેદાન પર ઉતરતાની સાથે અફઘાનિસ્તાન ટેસ્ટ રમતી ૧૨મી ટીમ બની જશે.

જોકે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસ પર નજર નાખવામાં આવે તો આ પહેલા ટેસ્ટ રમવાનો દરજ્જો માત્ર એ ટીમોને જ મળ્યો હતો જેમના પર સીધી રીતે કે પરોક્ષ રૂપે બ્રિટનનું શાસન રહ્યું હોય.

અંગ્રેજોની ધરતી પર સૌથી પહેલા શરૂ થયેલી આ રમતના પુસ્તકમાં ૧૪મીએ એક સોનેરી પાનુ જોડાશે. ભારત સામેની ટેસ્ટમાં પહેલો બોલ નખાશે તેની સાથે અફઘાનિસ્તાનની ટીમ ટેસ્ટ ફોર્મેટમાં પદાર્પણ કરનારી પ્રથમ એવી ટીમ બનશે જેના પર ક્યારેય અંગ્રેજોનું શાસન રહ્યું નથી.

 

  • Related Posts