૧૪મી જૂનથી નબળા હૃદયવાળા થઈ જજો સાવધાન

  • 7
    Shares

 

ફૂટબોલ રસિયાઓ માટે ૧૪મીથી રશિયામાં મહાકુંભ શરૂ થઇ રહ્યો છે, ૧૪મી જૂનથી ૧૫ જુલાઇ સુધી ચાલનારા આ મહાકુંભમાં ફૂટબોલ ચાહકોને જલસો પડી જાય તેવી રોમાંચક મેચો જોવા મળી શકે છે.

૬ કિલોથી વધુ સોના વડે તૈયાર થયેલી ફીફા વર્લ્ડકપ ટ્રોફીને પોતાની કરવા માટે ૩૨ દેશોની ટીમ વચ્ચે રશિયાના ૧૧ શહેરોના ૧૨ સ્ટેડિયમમાં કુલ મળીને ૬૩ મેચમાં જોરદાર હરીફાઇ જામશે.

જોકે આ વખતના વર્લ્ડકપમાં ઇટલી સહિત છ મોટી ટીમો ક્વોલિફાઇ ન કરી શકવાને કારણે ભાગ લઇ શકવાની નથી. તેના કારણે કેટલાક સ્ટાર ખેલાડીઓ પણ વલ્ડકપમાં જોવા મળવાના નથી.

પોર્ટુગલનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને આર્જેન્ટીનાના લિયોનલ મેસી ઉપરાંત બ્રાઝીલના નેમાર પર સૌની નજર રહેશે. જોકે આ સિવાય ઇંગ્લેન્ડનો કેપ્ટન હેરી કેન, જર્મનીનો થોમસ મુલર, ફ્રાન્સનો એ ન્ટોઇન ગ્રીઝમેન, ફ્રાન્સનો જ પોલ પોગ્બા, ઇજિપ્તનો મહંમદ સાલાહ જેવા ખેલાડીઓ પણ એ કલા હાથે મેચ પલટાવવાનું  કૌશલ્ય ધરાવે છે.

જોઇએ  હવે આ વર્લ્ડકપમાં ૧૫ જુલાઇએ  કોણ ૬ કિલો સોના વડે બનાવેલી ટ્રોફીને ઉંચકે છે. તો થઇ જાઓ તૈયાર, રોમાંચના મહાસાગરમાં હિલોળા લેવા માટે, જોકે ધ્યાન રાખો તબીબી નિષ્ણાતો કહે છે કે મોટી ટુર્નામેન્ટો દરમિયાન કાર્ડિયોવેસ્ક્યુલર દુર્ઘટના અને મૃત્યુદરમાં વધારો થઇ શકે છે. તો નબળા હૃદયવાળા લોકો સાવધાની રાખે….

 

  • Related Posts