૧૦મા ધોરણમાં ફેલ થવા પર પિતાઍ પુત્રની શોભાયાત્રા કાઢી મિઠાઈ વહેંચી

  • 31
    Shares

ભોપાલ : મધ્ય પ્રદેશ બોર્ડના ૧૦મા અને ૧૨મા ધોરણના પરિણામો જાહેર થઈ ગયા છે. અહીંના સાગરમાં ૧૦મા ધોરણનો ઍક વિદ્યાર્થી ૬માંથી ૪ વિષયમાં ફેલ થયો હતો ત્યારે તેના પિતાઍ તેને ફટકાર લગાવવાના બદલે ઍવું કર્યુ કે બધાં આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતાં. આ વિદ્યાર્થીના પિતા સુરેન્દ્ર કુમાર વ્યાસે તેની શોભાયાત્રા કાઢી હતી અને મીઠાઈ પણ વહેંચી હતી. અસલમાં તેમને ભય હતો કે તેમનો પુત્ર ખોટું પગલું ન ભરી લે. તેમણે શોભાયાત્રાની સાથે આતશબાજી પણ કરી હતી.

વિદ્યાર્થીઍ પોતાના પિતાને વચન આપ્યું છે કે તે રૂક જાના નહીં યોજનાનું ફોર્મ ભરી ૪ વિષયોની પરીક્ષા ફરીથી આપશે જે જૂન મહિનામાં લેવાશે. માતા પિતાઍ પોતાના બાળકોની નિષ્ફળતાથી નારાજ થવાના બદલે તેમને ફરીથી પ્રયાસ કરવા પ્રોત્સાહિત કરવા જોઈઍ તેનો આ ઍક સારો દાખલો છે.

  • Related Posts