૧લી ઍપ્રિલથી તાજમહેલ જોવા વધુ નાણાં આપવા પડશે

૧લી ઍપ્રિલથી તાજમહલની મુલાકાત લેનાર પર્યટકોઍ વધુ નાણાં ચૂકવવા પડશે કેમકે સરકારે આ ઐતિહાસિક વારસાના સ્થળના મુખ્ય મકબરાને જોવા ઇચ્છતા પર્યટકો માટે રૂા. ૨૦૦નો ચાર્જ દાખલ કરવાનો નિર્ણય લીધો છે અને પ્રવેશ ફી રૂા. ૪૦ થી વધારી રૂા.૫૦ કરવાનો પણ નિર્ણય લીધો છે.
પત્રકારોને સંક્ષિપ્ત માહિતી આપતી વેળા બોલતા સાંસ્કૃતિક મંત્રી મહેશ શર્માઍ જણાવ્યું હતું હતું કે તાજમહલની જાળવવા અને લોકોની ભીડની વધારે સારી વ્યવસ્થા માટે આ ફેરફારો અમલમાં મૂકવામાં આવ્યા છે.
હાલમાં જયાં મોગલ સમ્રાટ શાહજહા અને તેમની પત્ની મુમતાઝ મહલની કબરો આવેલી છે તે મુખ્ય મકબરામાં પ્રવેશ કરવાં માટે કોઇ અલગ ફી નથી.
આપણે આવનારી પેઢીઓ માટે તાજમહલને જાળવવાની જરૂર છે. નવી બારકોડેડ ટિકિટોનું મૂલ્ય આ પહેલાનાં મૂલ્ય રૂા. ૪૦ના બદલે રૂા. ૫૦ હશે અને તે બારકોડેડ ટિકિટ ત્રણ કલાકો માટે જ યોગ્ય હશે. ઍમ શર્માઍ જણાવ્યું હતું.
લોકોનાં ટોળાની વધારે સારી વ્યવસ્થા અને ઍ વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવાં તાજમહલ ખાતેના મુખ્ય મકબારમાં પ્રવેશ કરવાં રૂા.૨૦૦ની ઍક અલગ ટિકિટ લેવી જરૂરી હશે. તાજ મહલની ભાર-બોજ ઉઠાવવાની ક્ષમતા અંગે અભ્યાસ યોજનાર નેશનલ ઍન્વિરોન્મેન્ટલ ઍન્જિનીયરિંગ રિસર્ચ ઇનસ્ટિટયૂટ (ઍનઇઇઆરઆઇ) દ્વારા તૈયાર કરાયેલ તાજેતરના અહેવાલમાં શર્માઍ વધુમાં જણાવ્યું હતું.

  • Related Posts