હેન્ડબેગ ચોરાય ન જાય ઍ માટે મહિલા ઍક્સ-રે મશીનમાં ચઢી ગઈ

ચીનમાં લુનાર નવા વર્ષ માટે મુસાફરી દરમ્યાન ભારે ધસારો હતો ત્યારે ચેક પોઇન્ટ પર પોતાની હેન્ડબેગ કે સામાન ચોરાઈ ન જાય તેની કાળજી રાખવા માટે ઍક મહિલા ઍક્સ-રે મશીન પર ચઢી ગઈ હતી. ઍક રેલવે સ્ટેશને સિક્યોરિટી ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે મહિલાઍ આગ્રહ રાખ્યો કે તે હેન્ડબેગ સાથે પોતે જ ઍક્સ-રે મશીનમાં જશે. સ્કેન પર આ મહિલાનો ઍક્સ-રે જોઇ સિક્યોરિટી સ્ટાફ પણ ચોંકી ગયો હતો!

 

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…
  • Related Posts