હું આરાધ્યને સામાન્ય બાળપણ આપવાનો પ્રયાસ કરી રહી છું : ઐશ્વર્યા રાય બચ્ચન

મુંબઇ : ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની સુંદરતા અને ટેલેન્ટથી ઘણા વર્ષોથી લોકોના દિલો પર રાજ કરતી આવી રહી છે. માતા બન્યા પછી તેણે ફિલ્મોમાંથી થોડો સમય બ્રેક લીધો હતો કે જેથી પોતાની પુત્રી આરાધ્યાનો ઉછેર સારી રીતે કરી શકે. હાલમાં ઐશ્વર્યા ઍક ઇવેન્ટમાં પહોંચી હતી, ત્યારે તેણે પોતાની પુત્રીને તે કેવું જીવન આપવા માગે છે તે બાબતે કહ્યું હતું કે મે આ બાબતે કોઇ વાતચીત કરી નથી, તે ઍક બાળકી છે અને હું બેપરવાઇથી ઍવું ન કહી શકું કે તે આ સમજે છે.

તેણે વધુમાં કહ્યું હતુું કે આરાધ્યા જ્યારે નાની બાળકી હતી ત્યારથી તેણે મીડિયાનું ઍટેન્શન જોયુ છે, જે મે લગભગ ૨૦ વર્ષની વયે જોયું હતું. શું આ બધુ તેના માટે નોર્મલ છે* મને ઍ નથી ખબર, હું તેની સાથે ઍક સામાન્ય માની જેમ રહુંં છુ. હું દરરોજ તેની સ્કુલે જાઉં છું. તેની સાથે નોર્મલ બાબતો કરું છું, જેમ કે બાગમાં અથવા બજારમાં જવું, કે જેથી ઍ સમજી શકે કે નોર્મલ શું છે.

  • Related Posts