હાર્દિક પંડ્યા સાથેના સંબંધો અંગે ઍલી અવરામે ચુપકીદી તોડી

નવી દિલ્હી : ફિલ્મ અભિનેત્રી ઍલી અવરામ હાલમાં ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેના તેના સંબંધો અંગે ચર્ચામાં રહી છે, આ બંને વચ્ચે ગત ડિસેમ્બરથી રિલેશનશિપ હોવાની વાતો ચગી હતી, જ્યારે ઍલી હાર્દિકના મોટાભાઇ કૃણાલના લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી. આ ઉપરાંત વિરાટ-અનુષ્કાના રિસેપ્શનમાં પણ આ બંને સાથે જોવા મળ્યા હતા. ઍલી હાલમાં દક્ષિણ આફ્રિકા પણ ગઇ હતી અને ક્રિકેટર્સની પત્નીઓ સાથેના ફોટોમાં પણ તે જોવા મળી હતી.

જો કે હાલમાં તેને આ અંગે સવાલ કરાતા ઍલીઍ કહ્યું હતું કે ઍક સેલિબ્રિટી હોવાને કારણે આવી વાતો થતી રહે છે. તેણે કહ્યું હતું કે લોકોને મારા જીવન અંગે જીજ્ઞાસા જાગતી હોય તો જાગવા દો, હું લોકોને આ બાબતે સ્પષ્ટતા આપતી કેમ ફરું. જો હું ઍમ કરીશ તો તે આગમાં ઘી નાખવા જેવી બાબત ગણાશે. હુ દરેક વાતનું ખંડન કરવામાં માનતી નથી. તેણે આ પ્રકારે મોઘમ વાતો કરીને ઍકરીતે તો હાર્દિક સાથેના તેના સંબંધો અંગે સીધો ફોડ પાડ્યા વગર તેને ન તો નકાર્યા છે કે ન તો તેને સ્વીકાર્યા છે.

 

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…
  • Related Posts