હાયર ઍજયુકેશનમાં નવા શૈક્ષણિક વર્ષમાં સેમ. સીસ્ટમ દૂર થવાની શક્યતા ધૂંધળી!

  • 10
    Shares

સુરત: રાજયના હાયર ઍજયુકેશનમાં વિવાદો વચ્ચે લાગુ કરવામાં આવેલી સેમેસ્ટર સિસ્ટમ નવા શૈક્ષણિક વર્ષમાં દૂર થાય તેવી કોઇ શકયતા નહિ હોવાથી યુજીસીના આદેશ મુજબ કેટલાક મહત્ત્વના ફેરફાર કરી શકાય તેના પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.
વિવાદો વચ્ચે રાજયના હાયર ઍજયુકેશનમાં વર્ષ ૨૦૧૧-૧૨ થી સેમેસ્ટર સિસ્ટમ લાગુ પડવામાં આવી હતી. સેમેસ્ટર સિસ્ટમની સાથે જ ચોઇઝ બેઇઝ ક્રેડિટ સિસ્ટમ પણ લાગુ કરવાનો હતો. પરંતુ સેમેસ્ટર સિસ્ટમ તો લાગુ કરી દેવામાં આવી પરંતુ ક્રેડિટ બેઇઝ ચોઇસ સિસ્ટમનો અમલ કરવામાં આવ્યો નહિ. કોઇ પણ પ્રકારના પૂર્વ આયોજન વિના લાગુ કરવામાં આવેલી સેમેસ્ટ સિસ્ટમથી શિક્ષણની અવદશા થઇ હોવાનો મત શિક્ષણવિદો દ્વારા વ્યકત કરવામાં આવ્યો છે.

બીજી તરફ સરકાર પણ સેમેસ્ટર સિસ્ટમ રદ નહિ કરવા માટે મક્કમ હોવાનો મત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાઍ વ્યકત કરી દીધો છે. તેની પાછળનું કારણ ઍ પણ છે કે રૂસા (રાષ્ટ્રીય ઉચ્ચતર શિક્ષા અભિયાન) અને યુજીસી (યુનિવર્સિટી ગ્રાંટ કમિશન) દ્વારા આપવામાં આવતી ગ્રાંટ નહિ મળે તે માટે સરકારે હાલ પૂરતો સેમેસ્ટર સિસ્ટમ રદ કરવાનો નિર્ણય પડતો મુકયો છે.

વિદ્યાર્થી સંગઠનો અને શિક્ષકો દ્વારા શરૂઆતથી વિરોધ કરાયો હતો
સેમેસ્ટર સિસ્ટમ લાગુ પાડવામાં આવી ત્યારથી વિવાદ શરૂ થયો હતો. વિદ્યાર્થી સંગઠન ઍનઍસયુઆઇ અને ઍબીવીપી દ્વારા સેમેસ્ટર સિસ્ટમનો વિરોધ કરવાની સાથે આંદોલન પણ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થી સંગઠનોની સાથે-સાથે કોલેજના પ્રોફેસરો અને શિક્ષકોમાં પણ સેમેસ્ટર સિસ્ટમને લઇને વિરોધ છે.

સેમ. સીસ્ટમ દૂર કરવી કે નહિ તે માટે કમિટી પણ બનાવવામાં આવી હતી
સેમેસ્ટર સિસ્ટમથી શિક્ષણની થઇ રહેલી અવદશા અંગે શિક્ષણવિદોઍ વ્યકત કરેલી ચિંતા અને વિદ્યાર્થી સંગઠનોના આંદોલનને પગલે સેમેસ્ટર સિસ્ટમ દૂર કરવી કે નહિ તે માટે સરકારે રાજયની ત્રણ યુનિવર્સિટીના કુલપતિઓની કમિટી પણ બનાવવામાં આવી હતી. કમિટીઍ કોલેજના પ્રિન્સીપાલોના અભિપ્રાયો પણ મંગાવવામાં આવ્યા હતા.

નવા વર્ષમાં કેમ સેમેસ્ટર સિસ્ટમ બંધ નહિ થાય?
– ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયું અને પ્રવેશો આજકાલમાં શરૂ થઇ જશે
– ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ પણ નજીકના દિવસોમાં જાહેર થઇ જશે
– પ્રવેશ પ્રક્રિયા કઇ રીતે કરવી તેની જાહેરાત થઇ ગઇ હોવાથી
– યુજીસીઍ પણ સેમેસ્ટર સિસ્ટમ દૂર કરવા કોઇ સંકેત આપ્યા નથી અને માત્ર સૂચનો જ મંગાવ્યો હોવાથી

  • Related Posts