હસવા માટે કોઇની પરવાનગીની જરૂર નથી; તેની પર જીઍસટી લાગતો નથી: રેણુકા

પણજી : રાજયસભામાં વડાપ્રધાન મોદીના ભાષણ દરમ્યાન હસવા અંગે કોંગ્રેસના સભ્ય રેણુકા ચૌધરીઍ રવિવારે નિવેદન આપ્યું હતું. રેણુકાઍ જણાવ્યું હતું કે હસવા માટે મને કોઇની પરવાનગી લેવાની જરૂર નથી. હસવા પર કોઇ જીઅસેટી લાગ્યો નથી. રેણુકા ચૌધરી પણજીમાં ‘ડિસ્કિલ્ટ ડાયલોગ્સ’ પરિષદમાં ભાગ લેવા આવી હતી. આપને જણાવી દઇઍ કે ૭મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના બજેટ અભિભાષણ પ્રત્યે ભાષણ આપી રહ્યા હતાં ઍ દરમિયાન રેણુકા તેજ અવાજમાં હસવા લાગ્યા હતાં. મોદીઍ તે પ્રત્યે જણાવ્યું હતું કે સભાપતિજી આપને મારી વિનંતી છે કે રેણુકાજીને કંઇપણ કહેતા નહીં. રામાયણ ધારાવાહિક બાદ આવું હાસ્ય સાંભળવાનું સૌભાગ્ય આજે મળ્યું છે તે પછી સદનમાં બધાં સભ્યો હસવા લાગ્યા હતાં.

કોંગ્રેસ સાદ રેણુકાઍ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર મારી વિરુધ્ધ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ટિવટર પર ‘રેણુકા જેવું હસો’ જેવી ચીજો લખવામાં આવી રહી છે. હું પાંચ વખત સાંસદ રહી ચૂકી છું. વડાપ્રધાન મારી સરખામણી ઍક નકારાત્મક પાત્ર સાથે કરી રહ્યા છે પરંતુ તેઓ ભૂલી ગયા છે કે આજે મહિલાઓ બદલાઇ ગઇ છે અને તેઓ જાણે છે કે પોતાનાં માટે કેવી રીતે અવાજ ઉઠાવવાનો છે. મોદીની ટિપ્પણી મહિલાઓ પ્રત્યે તેમની માનસિકતા બતાવે છે.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts