હવે બીઆરટીઍસ બસની રાહ જોવાની જરૂર નથી, ગુગલમેપ તમને મદદ કરશે

  • 70
    Shares

સુરત મનપા દ્વારા શરૂ કરાયેલી બીઆરટીઍસ સેવાને વધુમાં વધુ અસરકારક બનાવવા માટે અવનવા આયોજનો થઇ રહયા છે. ત્યારે હવે શહેરીજનોને બીઆરટીઍસની બસ અંગે અોનલાઇન માહિતી મળી રહે તે માટે ગુગલમેપની મદદ પણ લેવામાં આવશે. જેની શરૂઆત ગુરૂવારથી જ થઇ જશે. મળતી વિગત મુજબ, ગુગલમેપ અને ઍસઍસડીઍલ નામની ઍજન્સી દ્વારા સુરત મનપાની બીઆરટીઍસ સેવાને અોનલાઇન કરવાનું આયોજન શુક્રવારથી અમલમાં મુકાશે.જેમાં બીઆરટીઍસનો ઉપયોગ કરનારા શહેરીજનો પોતાના ઍન્ડ્રોઇડ મોબાઇલમાં ગુગલમેપમાં પોતાને જયાંથી બસમાં બેસવાનું છે તે લોકેશન નાંખ્યા બાદ ગો નું અોપ્શન આવશે, તેમાં જયાં જવાનું છે તે લોકેશન નાંખશે ઍટલે ત્યાં પહોંચવા માટે કઇ બસ નજીકના સમયમાં મળશે અને કેટલા સમયમાં પહોંચાડશે વગેરે માહિતી મેળવી શકાશે.

  • Related Posts