હવે ખુદ વર્લ્ડ વાઇડ વેબના સર્જકને ઇન્ટરનેટથી વિનાશનો ડર લાગવા માંડયો

WWW ઍટલે કે વર્લ્ડ વાઇડ વેબના જન્મદાતા બર્નર્સ લીને હવે પોતાને ઇન્ટરનેટથી ડર લાગવા માંડયો છે. તેમનું કહેવું છે કે ઇન્ટરનેટ ઍક ખતરનાક હથિયાર બનતું જઇ રહ્યું છે જે વિનાશનું કારણ પણ બની શકે છે.

આપને જણાવી દઇઍ કે ડબ્લ્યુ.ડબ્લ્યુ.ડબ્લ્યુ.ને ૨૯ વર્ષ પૂરાં થઇ ગયાં છે. માર્ચ ૧૯૮૯ માં ટિમ બર્નર્સ લી’ઍ રોબર્ટ સાઇલાઉની સાથે મળીને તેનો પહેલો ખ્યાલ તૈયાર કર્યો હતો. હવે વર્લ્ડ વાઇડ વેબ ૩૦ મા વર્ષમાં દાખલ થતાં ટિમ બર્નર્સ લી’ઍ ઇન્ટરનેટના ભવિષ્ય પ્રત્યે બ્લોગ લખ્યો છે. ટિમે લખ્યું છે કે આજે આપણે હથિયારબંધ ઇન્ટરનેટ તૈયાર કરી રહ્યાં છીઍ.

ઍ ઇન્ટરનેટ કોઇ હથિયારધારી વ્યકિત જેવું ખતરનાક બનતું જઇ રહ્યું છે. સાઇબર ઍટેક, અંગત આંકડાકીય વિગતો ફૂટી જવી, ચોરાઇ જવી અને સુરક્ષા વ્યવસ્થાનું હેક થવું આજકાલ સૌથી મોટી સમસ્યા બની ગઇ છે. ટિમે માન્યું કે આજે લગભગ અડધી દુનિયા ઇન્ટરનેટ સાથે જોડાયેલી છે. પરંતુ સાથે જ ચિંતા દર્શાવી કે બાકીની અડધી દુનિયા હવે ઇન્ટરનેટ સાથે જોડાવા માગતી નથી.

સતત થતાં સાઇબર હુમલા, હેકિંગ અને નાણાંકીય લેવડ દેવડથી થતી ચોરીઍ વેબની વિશ્વસનીયતા પ્રત્યે પ્રશ્નો ઊભા કરી દીધાં છે. લોકોનું માનવું છે કે ઍ દિવસ દૂર નથી જયારે હેકિંગ દ્વારા ઍક દેશનાં હથિયારો બીજાં દેશ પર ફેંકવામાં આવે.

હકીકતમાં વેબને ઍક ઍવી જગ્યા / સ્થળ તરીકે તૈયાર કરવામાં આવ્યું હતું જે મુકત હોય, ઓપન ટૂ ઓલ (બધાં માટે ખુલ્લુ) હોય, અને સર્જનાત્મક હોય, પરંતુ હવે તસવીર બદલાઇ ગયેલી દેખાઇ રહી છે. વેબની વિશ્વસનીયતા પ્રત્યે પ્રશ્ન ઊભા થઇ રહ્યાં છે. આથી રચનાત્મક, સર્જનાત્મક દૃષ્ટિકોણ તો અહીંથી જ સમાપ્ત થઇ ગયો. હવે વાત વેબ બધાં માટે મુકત હોવાની તે પણ હજુ દૂરની વાત છે.

‘લી’ઍ જણાવ્યું હતું કે આ વર્ષે વિશ્વની અડધી વસતી ઓનલાઇન થઇ ચૂકી છે. હવે આપણી સમક્ષ બે પ્રશ્નો છે – (૧) બાકીની અડધી વસ્તીને આપણે કેવી રીતે ઓનલાઇન લાવીશું. (૨) આજે આપણી સમક્ષ જે પ્રકારનું ઇન્ટરનેટ છે તેને જોતાં ઍ બાકીની અડધી વસતી ઓનલાઇન આવવાં ઇચ્છે છે કે નહીં?

  • Related Posts