હવામાં ૩૨,૦૦૦ ફીટ ઊંચે વિમાનની કોકપિટની બારી તૂટી

  • 72
    Shares

ચીનમાં ઍક વિમાન દુર્ઘટનાનો શિકાર બનતાં બચી ગયું હતું. તે વિમાનમાં ૧૨૮ લોકો મુસાફરી કરી રહ્યાં હતાં. પ્રાપ્ત જાણકારી મુજબ લગભગ ૩૨,૦૦૦ ફીટની ઉંચાઇ પર કોકપિટની બારી તૂટી ગઇ હતી. ઍજ સમયે સહાયક પાઇલોટ બારીમાંથી બહાર લટકી ગયો હતો. શિચુઆન ઍરલાઇન્સના વિમાન-૩૫૮૬૩૩ઍ ૧૪મી મેના રોજ સોમવારે ચોંગકયૂંગથી લ્હાસા જવા માટે ઉડ્ડયન કર્યું હતું. જાણકારી મુજબ ઉડ્ડયન કર્યાના દોઢ કલાક બાદ અચાનક કોકપિટની બારી તૂટીને વિમાનથી અલગ થઇ ગઇ હતી. બહારથી આવી રહેલી હવા ઍટલી તેજ હતી કે વિમાનનો સહપાઇલોટ બારીની બહાર આવી હવામાં લટકી ગયો.

ઍટલું જ નહીં વિમાનમાં રાખેલ ખાવાનાનો સામાન અને કેટલાક યાત્રીઓનો સામાન તેજ હવાના કારણે આમતેમ વિખેરાઇ ગયો હતો. કોકિપિટની બારી તૂટયા બાદ યાત્રીઓમાં હડકંપ મચી ગયો હતો. પરંતુ પાઇલોટે ધૈર્ય ગુમાવ્યું નહોતું. પાઇલોટ લિયૂ શુઆનજિયાને તુરંત ઍલાન કયુઝ્ હતું કે હું વિમાનને સુરક્ષિત ઉતરાણ કરાવીશ. લગભગ ૨૦ મિનિટની અંદર જ પાઇલોટે વિમાનનું સુરક્ષિત ઉતરાણ કરાવ્યું હતું. વિમાનમાં અચાનક તેજ અવાજ સાંભળ્યો હતો જયારે તેણે બીજી તરફ જોયું તો તેમનો સહાયક પાઇલોટ લગભગ વિમાનમાંથી બહાર હતાં. સંતોષની વાત ઍ હતી કે તેમનો સીટ બેલ્ટ ખુલ્યો નહોતો.

  • Related Posts