હડતાળના બે-ત્રણ દિવસ પહેલા ડિલિવરી બંધ કરવામાં આવશે

પેટ્રોલીયમ પ્રોડકટમાં થઇ રહેલા સતત ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટસની હડતાળ શરુ થશે ૨૦મીથી પરંતુ સુરતના કાપડ ઉદ્યોગમાં તેની અસર ૧૭ જુલાઇથી જોવા મળશે. સુરતના ૪૫૦ ટેક્ષટાઇલ ટ્રાન્સપોર્ટરોએ ૧૬ જુલાઇ પછી કાપડના પાર્સલોનું બુકિંગ લેવાનું બંધ કર્યું છે.

આજે દક્ષિણ ગુજરાત ટ્રાન્સપોર્ટસ એસોસિએશનની મળેલી બેઠકમાં ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ એસોસિએશનની ૨૦ જુલાઇથી શરુ થતી અચોક્કસ મુદ્દતની હડતાળને ટેકો જાહેર કર્યો છે. એસોસિએશને ફોસ્ટા અને કાપડના વેપારીઓને પત્રો લખી ૧૭ જુલાઇ પહેલા જ માલની ડિલીવરી કરવા જણાવ્યું છે.

૧૬ જુલાઇ પછી ટ્રાન્સપોર્ટર કાપડના પાર્સલની ડિલિવરી લેશે નહિં. લગ્નસરાની સીઝન માટે અત્યારે રોજ ૪૦૦ ટ્રક ભરીને સુરતથી કાપડના પાર્સલ બહારગામ જઇ રહ્યા છે. આગામી શ્રાવણ માસને ધ્યાનમાં રાખી અત્યારે બહારગામ પાર્સલની ડિલિવરી કરી રહ્યા છે. એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેસલેએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટસની હડતાળ જયાં સુધી ચાલશે ત્યાં સુધી માલની ડિલિવરી કરવામાં આવશે નહિ.

હડતાળના બે-ત્રણ દિવસ પહેલા ડિલિવરી બંધ કરવામાં આવશે. જો કે કેન્દ્રના મંત્રી મનસુખ માંડવીયાએ ટ્રાન્સપોર્ટસ એસોસિએશનો સાથે બેઠક યોજી હડતાળ મોકુફ રાખવા સંકેત આપ્યા છે. તે જાતા હડતાળ રદ થવાની શકયતા પુરેપુરી જાવાઇ રહી છે.

 

  • Related Posts