સ્વિમિંગ શીખવા બાળકોનો ધસારો, એક જ મહિનામાં ૨૦ હજાર ફોર્મ ઉપડી ગયા

  • 1
    Share

સુરત: આ વર્ષે ઉનાળાની શરૂઆત થતાં જ ગરમીનો પારો ઉપરને ઉપર જ ચઢી રહ્યો છે. જેના પગલે શહેરમાં સ્વિમિંગ પુલો પણ ઉભરાઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનમાં વિવિધ વિસ્તારોમાં તરણકુંડો બનાવાયા છે. અને વધુ ને વધુ નવા તરણકુંડ શરૂ કરાઈ રહ્યા છે. જેમાં દર વર્ષે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અને તેમાં પ્રવેશ લેનારાઓની સંખ્યા પણ વધી રહી છે. આ વર્ષે માર્ચ અને ઍપ્રિલ માસની શરૂઆતમાં જ હજારોની સંખ્યામાં ઍડમિશન થયા છે.

શાળાઓમાં પરીક્ષાઓ પુર્ણ થતાં જ વિદ્યાર્થીઓને વિિïવધ પ્રવૃત્તિઓમાં મુકી દેવાનો ક્રેઝ વાલીઓમાં હોય છે. જેમાં પણ ખાસ ઉનાળામાં તો સ્વિમિંગ પુલમાં ઍડમીશન લેવા માટે લાંબી લાઈનો જોવા મળે છે. સુરત મનપા સંચાલિત શહેરમાં હાલમાં કુલ ૧૬ તરણકુંડો છે.

ગત વર્ષે ૧૪ હતા જેમાં આ વર્ષે ૨ તરણકુંડોનો ઉમેરો થયો છે. જેમાં પણ અલથાણમાં બનાવેલા ઍલિવેટેડ તરણકુંડમાં આ વર્ષે ખુબ જ ધસારો જોવા મળી રહ્યો છે. અલથાણ ઍલિવેટેડ સ્વિમિંગપુલ માટે સૌથા વધુ ફોર્મ વહેંચાયા હોવાનું જાણવામાં આવ્યું છે.

૨૨ માર્ચથી ૨૮ માર્ચ સુધીના ઍક અઠવાડિયામાં કુલ ૯,૬૯૪ ફોર્મ વહેંચાયા છે. જેમાં અલથાણ સ્વિમિંગપુલ માટે ૨,૩૦૦ ફોર્મ વહેંચાયા છે. જેમાં ૧ ઍપ્રિલથી ૮ ઍપ્રિલ સુધીમાં કુલ ૧૧,૧૧૨ ફોર્મ વહેંચાયા છે.

ઍક જ મહિનામાં ૨૦,૦૦૦ થી વધુ ફોર્મ વહેંચાયા
સુરત મનપા દ્વારા ૨૨ માર્ચથી સ્વિમિંગપુલમાં ઍડમીશન લેવાનું શરૂ કર્યુ છે. જેમાં ૧૦ ઍપ્રિલ સુધીમાં કુલ ૨૦,૮૦૬ ફોર્મ વહેંચાયા છે. આ વર્ષે અલથાણ ઍલીવેટેડ અને ડીંડોલી-ગોડાદરા સ્વિમિંગપુલનો ઉમેરો થયો છે. ઍમ કુલ ૧૬ સ્વિમિંગપુલ શહેરમાં કાર્યરત છે. જેમાં સૌથી વધુ અલથાણ સ્વિમિંગપુલમાં ૪,૦૪૭ ફોર્મ વહેંચાયા છે.

 

સેફ્ટીનું ખાસ ધ્યાન રખાયું છે
સ્વિમિંગપુલમાં બાળકો ડુબી જવાના બનાવો પણ ભુતકાળમાં ખુબ બન્યા છે. જેના પગલે સુરત મનપા દ્વારા આ વર્ષે બાળકોની સેફટીનું ખાસ ધ્યાન રાખ્યું છે. સીક્યુરીટી અને સ્ટાફમાં વધારો કર્યો હોવાનું જાણવામાં આવ્યું છે. જેથી બાળકો પર ખાસ નજર રાખી શકાય.
કયા સ્વિમિંગપુલમાં કેટલા ફોર્મ વહેંચાયા

દાદાભાઈ પંડ્યા                ૨૨૪
ચોપાટી                              ૧૪૯૩
નાનપુરા (મહિલા)             ૧૦૨૨
કતારગામ                          ૯૭૭
વરાછા                               ૧૩૦૭
અડાજણ                           ૨૨૨૫
ઉધના                                ૧૪૧૩
રૂસ્તમપુરા                        ૧૧૭૪
કાપોદ્રા                              ૧૮૯૩
સીંગણપોર                        ૧૮૬૭
અડાજણ ડાઈવીંગ             ૫૫
ડુંભાલ                                ૯૩૨
લક્કડકોટ                          ૫૫૦
ડીંડોલી-ગોડાદરા              ૮૨૪
પાલ                                  ૧૧૭૫
અલથાણ                          ૪૦૪૭
—————————
કુલ                                 ૨૦૮૦૬

  • Related Posts