સ્મીથને આઉટ કરી આક્રમક ઉજવણી બદલ રબાડા પર બે મેચનો પ્રતિબંધ

પોર્ટઍલિઝાબેથ : બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે દક્ષિણ આફ્રિકાના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનાર કગિસો રબાડાને આઇસીસીઍ બે મેચનો પ્રતિબંધ મુક્યો છે. બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મીથને ઍલબીડબલ્યુ આઉટ કર્યા પછી આક્રમક રીતે ઉજવણી કરવા બદલ આઇસીસીઍ આ પ્રતિબંધનો નિર્ણય લીધો છે.

તેને લેવલ ટુનો કસુરવાર ગણવામાં આવ્યો હતો. તેને ૩ ડિમેરિટ પોઇન્ટ મળ્યા હતા અને તેના કારણે તેના આ વર્ષે કુલ ૮ ડિમેરિટ પોઇન્ટ થયા હતા. આ ઉપરાંત તેની ૫૦ ટકા મેચ ફી પણ કાપી લેવાઇ છે. સ્મીથને આઉટ કર્યા પછી તે તેની તરફ દોડ્યો હતો અને તેા કારણે તેનો ખભો સ્મીથ સાથે અથડાયો હતો. આ પ્રતિબંધને કારણે હવે રબાડા ઓસ્ટ્રેલિયા સામેની બાકીની બે ટેસ્ટમાં નહીં રમી શકે.

  • Related Posts