સ્પોર્ટ્સ એપરલ બ્રાન્ડ તૈયાર કરવા આર.આઇ.એલ.ની પ્રોલાઇન સાથે ભાગીદારી

  • 91
    Shares

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે કંપનીએ આર|એલન બ્રાન્ડના કાપડનો ઉપયોગ કરીને વિવિધ સ્પોર્ટ્સ એપરલની શ્રેણીનું ઉત્પાદન કરવા માટે પ્રોલાઇન સાથે ભાગીદારી કરી છે.

આ સોદા અન્વયે, આર|એલન કો-બ્રાન્ડેડ પ્રોલાઇન ઉત્પાદનોમાં પરસેવાની ગંધ રહિત  અને કપડાં ઝડપથી સૂકાય એવી રીતે તૈયાર કરાયેલા આર.આઇ.એલ.ના આર|એલન કૂલટેક્સ અથવા આર|એલન ફીલફ્રેશન કાપડનો ઉપયોગ કરશે.

“આર|એલન ટેકનોલોજી ગ્રાહકોને આનંદદાયક અને આરામદાયક અનુભવ પૂરો પાડવામાં મદદ કરશે. આર.આઇ.એલનું આર|એલન કૂલટેક્સ વસ્ત્રોમાં ભેજનું વ્યવસ્થાપન કરવા માટે સક્ષમ છે. તેને પ્રોલાઇનના ઉત્પાદકો દ્વારા સ્વીકારવામાં આવ્યું છે,” એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

સુંદર આર|એલન પ્રોલાઇન વસ્ત્રો ઝડપથી સૂકાઈ જતાં હોવાથી શરીરનું તાપમાન ઓછું કરીને ભારતના વાતાવરણનો સામનો કરવામાં ગ્રાહકોને અનોખો અનુભવ પ્રદાન કરશે. જ્યારે બીજી શ્રેણી ભારતના વાતાવરણમાં પરસેવાની દુર્ગંધમાંથી રાહત આપશે.

આર.આઇ.એલ.ના જણાવ્યા અનુસાર, આર|એલન કો-બ્રાન્ડિંગ કવાયત રૂ.2500 કરોડના ભારતીય સ્પોર્ટ્સ એપરલ ઉદ્યોગમાં તેનું સ્થાન મજબૂત બનાવશે.

ભારતીય કાપડ ઉદ્યોગનું કદ રૂ.2,50,000 કરોડનું છે, જેમાં સ્પોર્ટ્સવેર સેગમેન્ટ 10-15 ટકા અથવા રૂ.2,500 કરોડનો હિસ્સો ધરાવે છે, જ્યારે ભારતીય કાપડ ઉદ્યોગની સૌથી મોટું સબ-સેગમેન્ટ એથનિક વેર અને સાડીઓ રૂ.6000 કરોડનો હિસ્સો ધરાવે છે.

“પ્રોલાઇનને આર|એલન ટેકનોલોજી પૂરી પાડવાનું અમને ગૌરવ છે, જેથી રમત-ગમતના ચાહક ભારતીય યુવાઓને આરામદાયક, લાંબુ ચાલે તેવાં અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો મળી શકે. રિલાયન્સમાં અમે ગ્રાહકોના ચહેરા પર સ્મિત રેલાવે તેવી ટેકનોલોજીઓ અને ઉત્પાદનો વિકસાવવા પર ભાર મૂકીએ છીએ,” એમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિડેટના પોલિયેસ્ટર વ્યવસાયના સી.એ.ઓ. ગૂંજન શર્માએ નિવેદનમાં જણાવ્યું હતું.

“આ ભાગીદારી અમને ઝડપથી વિકસતા સ્પોર્ટ્સવેર બજારમાં મજબૂત હાજરી સ્થાપવામાં મદદ કરશે.”

અંબ્રેલા બ્રાન્ડ આર|એલનમાં નવા યુગના કાપડનો સમાવેશ થાય છે જેના દ્વારા આર.આઇ.એલ. એક્ટીવ વેર, સ્પોર્ટ્સ વેર, ફોર્મલ વેર અને વુમન વેર સહિતના વસ્ત્રોના તમામ વિભાગોમાં ગ્રાહકોને સેવા પૂરી પાડવાનો ઉદ્દેશ ધરાવે છે.

“આર|એલન ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા યુગના કાપડનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધાવતા 35 ટેક્સટાઇલ કંપનીઓ સાથે આર.આઇ.એલ. દ્વારા ભાગીદારી કરવામાં આવી છે,” એમ નિવેદનમાં જણાવાયું હતું.

“ઉચ્ચ પ્રદર્શન ધરાવતા વસ્ત્રોની ગ્રાહકોની વધતી જતી માગ સાથે પોલિયેસ્ટરનો સ્વીકાર થાય તેવી તકો વધતી જાય છે. ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખીને આર.આઇ.એલ. વસ્ત્ર ઉત્પાદકોને શ્રેષ્ઠતમ ઉકેલો પૂરા પાડવા માટે આર.આઇ.એલ. પ્રતિબધ્ધ છે.”

  • Related Posts