સ્ટીફન હૉકિંગના આ બે સંશોધનોએ તેમને બનાવ્યા સદીના મહાન વૈજ્ઞાનિક

1.બિગ બેંગ સિદ્ધાંત

બ્રહ્માંડનો જન્મ એક મહાન વિસ્ફોટના પરિણામે થયો હતો. તેને જ બિગ બૈંગ સિદ્ધાંત અથવા મહાવિસ્ફોટ સિદ્ધાંત કહેવામાં આવે છે. જે મુજબ સમગ્ર બ્રહ્માંડ લગભગ 12 થી 14 બિલિયન વર્ષો પહેલા અણુએકમના સ્વરૂપમાં હતું. તે સમયે માનવ અને સ્થળ જેવો કોઈપણ ખ્યાલ અસ્તિત્વમાં ન હતો. બિગ બૈંગ સિદ્ધાંત મુજબ, લગભગ 13.7 અબજ વર્ષો પહેલાં, આ વિસ્ફોટથી અત્યંત ઉર્જાનું ઉત્સર્જન થયુ હતું. આ ઊર્જા એટલી બધી હતી કે જેના કારણે બ્રહ્માંડ અત્યાર સુધી ફેલાઈ રહયું છે.

 

2.બ્લેક હોલ સિદ્ધાંત

 

બ્લેક હોલ એક અવકાશીય પદાર્થ છે કે જેનું ગુરૂત્વાકર્ષણ ક્ષેત્ર એટલું શક્તિશાળી છે કે પ્રકાશ સહિત
કોઈપણ વસ્તુ તેના ખેંચાણથી બચી શકે તેમ નથી॰ બ્લેક હૉલ ની ફરતે એક સીમા હોઈ
છે જેને ઘટના ક્ષિતિજ કહે છે,જેમાં કોઈપણ વસ્તુ પડીતો શકે છે પરંતુ બહાર આવી શક્તિ નથી.
તેને “Black(કાળો)” કહેવામાં આવે છે કારણ કે તે તેની સપાટી પર પડેલા તમામ પ્રકાશને શોષી લે છે
પરંતુ કઇપણ પરાવર્તિત નથી કરતો.કાળા છિદ્રોના ક્વોન્ટમ વિશ્લેષણ સૂચવે છે કે તેની પાસે તાપમાન
અને હોકિંગ નામના વિકિરણો હોય છે.

  • Related Posts