સોનમ કપૂરે સોનાક્ષી પાસે માફી માંગી

મુંબઈ : બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂર પોતાની ફિલ્મ પેડમેન માટે ચર્ચામાં આવી હતી હવે તે પોતાના ઍક ટ્વીટના કારણે ચર્ચામાં આવી છે. હાલમાં જ તેમણે ટ્વીટર પર અભિનેત્રી સોનાક્ષી સિન્હા પાસે માફી માંગતા કહ્યુ હતું કે મને યાદ નથી કે મેં ક્યારે તમારી સામે ઍટીટ્યુડ બતાવ્યો હતો પણ જો તમને ઍવું લાગે છે તો હું માફી માંગુ છું. ઉલ્લેખનીય છે કે હાલમાં જ સોનાક્ષી અભિનેત્રી નેહા ધૂપિયાના ઍક ટોક શોમાં ગઈ હતી અહીં તેણે ઍક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે સોનમ કપુરે તેને વગર કારણે ઍટીટયુડ બતાવ્યો હતો.

સમાચારોના સતત અપડેટસ અને આવી પોસ્ટ જોવા માટે નીચે આપેલ બટન પર લાઇક કરો અને શેર કરો…

  • Related Posts