સુરત ઍરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રકચરના કામો ઝડપથી પુરા કરવા વકિઝ્ગ ઍરપોર્ટ સુરત ગ્રુપનું સાંસદને આવેદનપત્ર

વી વર્ક વકિઝ્ગ ઍરપોર્ટ ઍટ સુરત ગ્રુપની કૌર કમિટિઍ આજે સાંસદ સી. આર. પાટીલની રુબરુ મુલાકાત લઇ વિલંબે ચાલી રહેલા સુરત ઍરપોર્ટના ઇન્ફ્રાસ્ટ્રકચરના કામો ઝડપથી પુરા કરવા આવેદનપત્ર સુપરત કયુઝ્ હતું. સાંસદે રનવે વિસ્તરણ ડિજીસીઍની મંજૂરી અને કાર્ગો કોમ્પ્લેક્ષના કામ ઝડપથી પુરા કરવાની ખાત્રી આપી હતી.
સુરતના ઍરપોર્ટ ડાયરેકટર દિલીપ સંજનાનીની ધીમી ગતિઍ કામ કરવાની પધ્ધતિ સામે પણ સાંસદ પાટીલે નારાજગી વ્યકત કરી હતી. તેમણે નવી દિલ્હીમાં ઍઍઆઇના ચેરમેનને રજૂઆત કરવાની ખાત્રી આપી હતી.
વી વર્ક વકિઝ્ગ ઍરપોર્ટ ગ્રુપની માંગણીઓ
– ૨૩૦૦ મીટરના રનવેને બદલે ૨૯૦૦ મીટરના રનવેની મંજૂરી અપાવવી
– તમામ ડોકયુમેન્ટ તૈયાર છે ત્યારે કસ્ટમ નોટીફાઇડ ઍરપોર્ટની જાહેરાત કરાવવી
– ટર્મીનલ વિસ્તરણનું કામ ઝડપથી શરુ કરવું
– દુબઇ અને શારઝાહ માટે ઍરઇન્ડિયા અને સ્પાઇસજેટની ફલાઇટ શરુ કરાવવી
– ગ્રુપ દ્વારા જે ઍરલાઇન્સ કંપનીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો, તેમની સાથે ફરી ઍકવાર બેઠકનું આયોજન કરવું
ટર્મીનલ બિલ્ડિંગના વિસ્તરણની ફાઇલ ટુંક સમયમાં દિલ્હી હેડકર્વાટર મોકલાશે
છેલ્લા ૩ વર્ષમાં સુરતની ઍરપોર્ટની માળખાગત સુવિધા માટે ૬૦ કરોડનો ખર્ચ થયો છે. વર્તમાન ટર્મીનલ બિલ્ડિંગ ૩૩ ટકા મોટુ થાય તેમ છે. તે માટેની પ્રપોઝલ સીઍચકયુમાં પહોંચી ગઇ છે. ટુંક સમયમાં આ પ્રપોઝલ દિલ્હી હેડકર્વાટર મોકલાશે. કાર્ગો કોમ્પ્લેક્ષનું કામ સમયસર પુરુ થાય તે માટે ઍરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ચેરમેનનું ધ્યાન દોરવામાં આïવશે. ઇમિગ્રેશન માટે ગુજરાત સરકારે જાહેરાત કરી દીધી છે અને સ્ટાફને ટ્રેનિંગ અપાઇ રહી છે.
સી. આર. પાટીલ (સાંસદ અને ચેરમેન, સુરત ઍરપોર્ટ ઍડવાઇઝરી કમિટી)

  • Related Posts