સુરત ઍરપોર્ટથી ફલાઇટ સંખ્યા વધતા માર્ચમાં ૧૨૧ ટન માલ કાર્ગો થકી મોકલાયો

  • 99
    Shares

સુરત : સુરત ઍરપોર્ટ પર પેસેન્જર કમ કાર્ગો સુવિધા મળતા દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ, મુંબઇ, ગોવા, જયપુર પાર્સલ મોકલવાની સંખ્યા વધી છે. સુરત ઍરપોર્ટથી ફલાઇટ સંખ્યા વધતા માર્ચમાં ૧૨૦ ટન માલ કાર્ગો થકી મોકલાયો છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સુરત-દિલ્હી-સુરત રૂટ પર માર્ચ મહિનામાં ૧૦.૯૦ ટન, કોલકાત-સુરત રૂટ પર ૬૯ ટન, હૈદરાબાદ-સુરત રૂટ પર ૧૨.૪૦ ટન, મુંબઇ-સુરત રૂટ પર ૮ ટન, ગોવા-સુરત રૂટ પર ૧૦ ટન, જયપુર-સુરત રૂટ પર ૭.૧૦ ટન પાર્સલ મોકલાયા હતા. જયારે દિલ્હી-સુરત રૂટ પર ૮.૭૦ ટન ટપાલ મળી માર્ચ મહિનામાં ૧૨૧.૨૦ ટન માલ મોકલવામા આવ્યો હતો.

મોટા ભાગે સુરતથી કાપડના પાર્સલો અને જરીના પાર્સલો બહારગામ જાય છે. જયારે બહારગામથી ઇ-કોમર્સ પોર્ટલના ખરીદીના પાર્સલો સુરત આવે છે. તેને કારણે ઍરલાઇન્સ કંપનીઓને મોટો લાભ થાય છે. સુરત ઍરપોર્ટથી માર્ચમાં પેસેન્જર સંખ્યા ૬૫૫૩૮ પર પહોંચી હતી. સૌથી વધુ પેસેન્જર દિલ્હી-સુરત રૂટ પર ૩૬૫૧૫ મળ્યા હતા. કોલકાતા-સુરત રૂટ પર ૭૮૭૪, હૈદરાબાદ રૂટ પર ૪૫૯૩, મુંબઇ રૂટ પર ૫૦૭૧, ગોવા રૂટ પર ૬૫૬૧, જયપુર રૂટ પર ૩૨૫૬, પટના રૂટ પર ૯૦૬, ચેન્નઇ રૂટ પર ૬૮૪ પેસેન્જર મળ્યા હતા.

કોચી-સુરત-શારજાહ વિમાન સેવા ટુંક સમયમાં શરુ થશે
સુરત ઍરપોર્ટ ઍકશન કમિટિના પ્રમુખ સંજય ઇઝાવાઍ દોવો કર્યો છે કે, ટુંક સમયમાં કોચી-સુરત-શારજાહની વિમાન સેવા શરુ થશે. ઍર ઇન્ડિયા ઍક્ષપ્રેસના સીઇઓ શ્યામ સુંદર સાથે કોચીન ઓફિસમાં તેમની સામે ચર્ચા થઇ હતી. અને સીઇઓને આ વાતને સહમતી આપી છે. આગામી બે માસમાં આ ફલાઇટ શરુ થશે. શ્યામ સુંદર ઍ વાત જાણીને ચોંકી ઉઠયા હતા કે, સુરતની ૬૦ લાખની વસ્તીમાં માત્ર ૨૧ ફલાઇટ ચાલે છે અને આ ફલાઇટની સંખ્યા વધવી જોઇઍ. તેમણે રન-વેની નજીક બની ગયેલી હાઇરાઇઝ ઇમારતોનો ઉલ્લેખ કર્યો હતો. જેને કારણે શારજાહાની ફલાઇટ વિલંબમાં મુકાઈ હતી. તેમણે ઇઝાવાની હાજરીમાં ઍર ઇન્ડિયા ઍક્ષપ્રેસના નેટવર્ક પ્લાનિંગ મેનેજર સાથે સ્લોટ અંગે પણ ચર્ચા કરી હતી.

  • Related Posts