સુરતમાં ૯ કિલોમીટરની ઝડપે ઉત્તરના પવનો ફુંકાતા ઠંડીની અનુભૂતિ

 

શહેરમાં આજે મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો અને લઘુત્તમ તાપમાનમાં ઍક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આજે સવારથી જ શહેરમાં નવ કિલોમીટરની ઝડપે ઠંડા ઉત્તરી પવનો ફુંકાવાને કારણે લોકોને ઠંડીનો અનુભવ કર્યો હતો.
શહેરમાં છેલ્લા ઍક અઠવાડિયાથી વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં આજે મહત્તમ તાપમાન ૩૧.૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૭.૪ ડિગ્રી નોંધાયું હતું. આજે સવારથી શહેરમાં ઝડપી પવનો ફુંકાયા હતા. હવામાં ભેજનું પ્રમાણ ૩૭ ટકા રહેવાની સાથે નવ કિલોમીટરની ઝડપે ઉત્તરના પવનો ફુંકાયા હતા. શહેરમાં બે દિવસથી ફરી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો. લોકોને આજે ફરી ગરમ કપડા પહેરવાની ફરજ પડી હતી. શહેરમાં ગત અઠવાડિયે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ત્યારબાદ મહત્તમ તાપમાનમાં વધારો અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો. આગામી બે દિવસમાં ફરી લઘુત્તમ તાપમાનમાં ઍક થી બે ડિગ્રીનો ઘટાડો થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

 

  • Related Posts