સુરતના હીરા ઉદ્યોગમાં આજથી ૨૧ દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરાયું

  • 3.8K
    Shares

 

હીરા ઉદ્યોગમાં હળવી મંદીનો દૌર શરુ થાય તે પહેલા આવતીકાલથી સુરતના હીરા ઉદ્યોગમાં ૨૧ દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. ડાયમંડ માઇનીંગ કંપનીઓની સાઇટ હોલ્ડરશીપ ધરાવનાર સુરતની ૩૫ મોટી ડાયમંડ કંપનીઓઍ શનિવારથી જ વેકેશન જાહેર કરી રત્નકલાકારોને ઍલટીઍ ભથ્થુ ચુકવી દીધું હતું. જયારે નિરવ મોદી કાંડના કારણે હીરાના કારખાના આર્થિક ભીંસમાં હતા અને હવે ડોલર સામે રૂપિયા ૫ ટકા તુટતા કારીગરોને મે વેકેશનનો ઉપાડ અપાયા નહી .

આવતીકાલથી વરાછા,કતારગામ, વસ્તાદેવડી રોડ, ઍ.કે. રોડ, કાપોદ્રા, લંબેહનુમાન રોડ, ઇચ્છાપોર અને તળ સુરતમાં ચાલતા ૩૫૦૦ જેટલા નાના મોટા હીરાના કારખાના ધમધમતા બંધ થશે.

બીજી તરફ આજે રાત્રીથી કારીગર વર્ગ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વતને જવા રવાના થશે. વેકેશન ઍવા સમયે આવ્યું છે જયારે હીરા ઉદ્યોગમાં નિરવ મોદી કાંડના કારણે નાણાભીડનો પ્રશ્ન ઉભો થયો છે. બીજી તરફ ડોલર સામે રૂપિયો ૫ ટકા ધોવાયો છે. જેના કારણે રફના ભાવ ૩થી ૫ ટકા વધ્યા છે. જયારે પોલીશ્ડ ડાયમંડના ભાવ સુરત અને મુંબઇના સેકન્ડરી માર્કેટમાં ૪ ટકા તુટયા છે.

આ સ્થિતિ આગળ વધે તો નાના હીરાના કારખાના નુકશાનીમાં જાય તેમ હતું. પરંતુ વેકેશને હીરા ઉદ્યોગને મંદીમાંથી બચાવ્યું છે. શકયતા ઍવી છે કે, ૫૦ ટકાથી વધુ નાના અને મધ્યમ હીરાના કારખાના ૭ જુને શરુ થશે. ત્યાં સુધી પોલીશ્ડ ડાયમંડનું ઉત્પાદન બંધ રહેશે. સાથે સાથે પોલીશ્ડ ડાયમંડનો માલનો જે ભરાવો થયો તે પણ ઓછો થશે.

અહિં ઉલ્લેખનીય છે કે, ભારતના જેમ ઍન્ડ જવેલરીના ઍક્ષ્પોર્ટમાં ભારતીય ચલણ પ્રમાણે ૧૧.૨૯ ટકા કાનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો ગોલ્ડ જવેલરી અને સિલ્વર જવેલરીમાં વધુ જોવા મળ્યો છે.

  • Related Posts