સુરતના કાપડ ઉદ્યોગમાં ત્રણ લાખ શ્રમજીવી મહિલાઓ

સુરત : પુરુષ પ્રધાન તરીકે કહેવાતો કાપડ ઉદ્યોગ હવે શ્રમજીવી મહિલાઓને આભારી બન્યો છે. લોસ ટાંકવાથી લઇને ઓમ્બ્રોઇડરી ઉદ્યોગ સુધીના સેકટરમાં ૩ લાખથી વધુ મહિલાઓ કાપડ ઉત્પાદન અને વેચાણની પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી છે. નોટબંધી અને જીઍસટી જેવી વિકટ સમસ્યાઓનો સંઘર્ષ કરી રહેલા ટેક્ષટાઇલ વેપારી સાથે મહિલાઓ પણ અડીખમ ઉભી છે.
હીરા ઉદ્યોગમાં ૨૦૦૮માં આવેલી મંદી બાદ ઍમ્બ્રોઇડરી તથા લેસ ધૂપિયનના ઉદ્યોગમાં મહિલાઓઍ રોજગારી મેળવવા જંપલાવ્યું હતું. ૪૫ હજાર કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતા સ્થાનિક ટેક્ષટાઇલ ઉદ્યોગના વિકાસમાં શ્રમજીવી મહિલાઓનો પણ સિંહફાળો છે. ખાસ કરીને વરાછા, કતારગામ, સરથાણ, પુણા, ઉધના, પાંડેસરા જેવા શ્રમજીવી વિસ્તારોમાં ઘરે ઘરે મહિલાઓ કાપડના નાના કામો કરી પરિવારને મદદ કરે છે. શહેરમાં ૪૫૦ પ્રોસેસીંગ યુનિટ, ૫૦ હજાર વિવિંગ ઍકમો, ૧૭૫ ટેક્ષટાઇલ માર્કેટ, ૨૫ હજાર ઍમ્બ્રોઇડરી યુનિટ અને ૧૮૦૦થી વધુ લેસ ધૂપિયનના ઍકમો સાથે ૩ લાખ મહિલાઓ લેસ તૈયાર કરવાનું, ટીક્કી ચોંટાડવાનું, જરી ઉત્પાદન, સિવણ, કટીંગ સહિતના કામો સાથે સંકળાયેલી છે.

  • Related Posts