સુરતથી બિહારની નવી ટ્રેન શરુ કરવા

  • 11
    Shares

સુરત : સુરતથી બિહાર (દરભંગા)ની નવી ટ્રેન શરુ કરવા માટે સાંસદ સી. આર. પાટીલે રેલવે મંત્રી મનોજ સિંહાને રજુઆત કરી છે. રેલવે મંત્રી દ્વારા તેનો હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

રેલવે મંત્રીઍ ટુંક સમયમાં સુરતથી દરભંગા માટે સપ્તાહમાં બે દિવસની ટ્રેન શરુ કરવા ખાત્રી આપી છે. સાંસદ પાટીલે ઍવી રજુઆત કરી હતી કે, સુરતના ટેક્ષટાઇલ અને અન્ય ઉદ્યોગમાં હજારોની સંખ્યામાં ઉત્તર ભારતીય કામ કરે છે. મોટી સંખ્યામાં બિહાર દરભંગા રૂટના કામદારો હોવાથી વેકેશનમાં વતને જવા માટે ભારે ધસારો બીજી ટ્રેનોમાં જોવા મળે છે.

  • Related Posts